અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (IND vs EGN) વચ્ચે અમદાવાદમાં પિંક બોલ ટેસ્ટનો પ્રારંભ થઈ ગયો છે. ભારતના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા (ishant sharma) માટે આ મેચ ખુબ યાદગાર છે. ઈશાંત શર્માએ મેદાનમાં ઉતરવાની સાથે નવો રેકોર્ડ બનાવી લીધો છે. આ ઈશાંતના કરિયરની 100મી ટેસ્ટ છે. તે ભારત તરફથી 100 ટેસ્ટ રમનાર બીજો ફાસ્ટ બોલર છે. આ પહેલા કપિલ દેવે 100 ટેસ્ટ રમવાની સિદ્ધિ મેળવી હતી. તો ઈશાંતે આ મેચને વધુ યાગદાર બનાવતા પોતાની બીજી ઓવરમાં વિકેટ પણ ઝડપી હતી. તો ઈશાંત શર્મા મેદાનમાં ઉતર્યો ત્યારે ભારતીય ટીમે તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈશાંતના કરિયર પર એક નજર
ઈશાંત શર્માએ (ishant sharma) 25 મે 2007માં બાંગ્લાદેશ સામે ઢાકામાં પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતું. 32 વર્ષના ઈશાંતે અત્યાર સુધી 100 ટેસ્ટ મેચમાં 303 વિકેટ ઝડપી છે. તેણે આ દરમિયાન 11 વખત 5 વિકેટ અને એક વખત ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી છે. ઈશાંત પોતાની કારકિર્દીમાં ફિટનેસ અને ખરાબ ફોર્મની સમસ્યાથી પરેશાન રહ્યો છે. જેના કારણે તે ડેબ્યુ પછીની અત્યાર સુધીની 45 ટેસ્ટ મેચ રમી શક્યો નથી.


ઈશાંતનું કરાયુ સન્માન
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath kovind) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) એ ખાસ મોમેન્ટો આપીને ફાસ્ટ બોલર ઈશાંત શર્માનું સન્માન કર્યુ હતું. 


Motera Stadium નું નામ બદલાયું, હવે કહેવાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ 


4. અનિલ કુંબલે (132 ટેસ્ટ):
જમ્બો નામથી જાણીતા અનિલ કુંબલેએ ભારત માટે 132 ટેસ્ટ મેચ રમી. લેગ સ્પિનર કુંબલે સૌથી વધારે વિકેટ લેનારો ભારતીય બોલર છે. કુંબલેએ 29.65ની એવરેજથી 619 વિકેટ ઝડપી. જેમાં 35 વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે. કુંબલેએ પાકિસ્તાન સામે ટેસ્ટ ઈનિંગ્સમાં 74 રન આપીને 10 વિકેટ ઝડપી હતી. કુંબલે પહેલાં ઈંગ્લેન્ડના ઓફ સ્પિનર જિમ લેકરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ ઝડપી હતી. 


5. કપિલ દેવ (131 ટેસ્ટ) :
મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે ભારત માટે 131 ટેસ્ટ મેચ રમી. કપિલ દેવે 29.64ની એવરેજથી 434 વિકેટ ઝડપી. જેમાં 23 પાંચ વિકેટ હોલનો સમાવેશ થાય છે. તેમણે બેટિંગથી પણ શાનદાર કમાલ કરતાં 5248 રન બનાવ્યા. જેમાં 8 સદી અને 27 અર્ધસદીનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે સ્કોર 163 રનનો રહ્યો. જે શ્રીલંકા સામે બનાવ્યો હતો. 


6. સુનિલ ગાવસ્કર (125 ટેસ્ટ) :
મહાન ઓપનર સુનિલ ગાવસ્કરે 125 ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ. ગાવસ્કર ટેસ્ટ મેચમાં 10,000 રન બનાવનાર દુનિયાના પહેલા બેટ્સમેન છે. ગાવસ્કરે 51.12ની એવરેજથી 10,122 રન બનાવ્યા. જેમાં 34 સદી અને 45 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 236 રન રહ્યો. જે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો. 


આ પણ વાંચોઃ ક્રિકેટ પ્રેમીઓ ગેલમાં, રાષ્ટ્રપતિએ કર્યું વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન


7. દિલીપ વેંગસરકર (116 ટેસ્ટ) :
દિલીપ વેંગસકરે 42.13ની એવરેજથી 6868 રન બનાવ્યા. જેમાં 17 સદી અને 35 અર્ધસદીનો સમાવેશ થાય છે. વેંગસકરનો સૌથી વધારે સ્કોર 239 રન છે. જે તેમણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો. 


8. સૌરવ ગાંગુલી (113 ટેસ્ટ) :
દાદાના નામથી જાણીતા અને હાલ બીસીસીઆઈના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ મેચ રમી. ગાંગુલીએ 42.17ની એવરેજથી 7212 રન બનાવ્યા. જેમાં 16 સદી અને 35 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 239 રન રહ્યો. જે તેમણે પાકિસ્તાન બનાવ્યો છે.  


9. વીરેન્દ્ર સેહવાગ (104 ટેસ્ટ):
મુલ્તાનના સુલ્તાનના નામથી જાણીતા વીરેન્દ્ર સેહવાગે ભારત માટે 103 અને વર્લ્ડ ઈલેવન માટે 1 ટેસ્ટ મેચ રમી. આ દરમિયાન સેહવાગે 49.34ની એવરેજથી 8586 રન બનાવ્યા. જેમાં 23 સદી અને 32 અર્ધસદીનો સમાવેશ થાય છે. સેહવાગનો બેસ્ટ સ્કોર 319 રન રહ્યો. જે તેણે સાઉથ આફ્રિકા સામે ચેન્નઈમાં બનાવ્યો હતો. 


આ પણ વાંચોઃ Interesting Facts About Cricket: આ કારણસર ક્રિકેટ ઈતિહાસમાં સોનેરી અક્ષરોમાં અંકિત છે 24 ફેબ્રુઆરીનો દિવસ


10. હરભજન સિંહ (103 ટેસ્ટ) :
ટર્બોનેટરના નામથી જાણીતા ઓફ સ્પિનર હરભજન સિંહે ભારત માટે 103 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન હરભજને 32.46ની એવરેજથી 417 વિકેટ ઝડપી. જેમાં 25 વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે. હરભજન ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનારો પહેલો ભારતીય બોલર છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube