ક્રિકેટ પ્રેમીઓ ગેલમાં, રાષ્ટ્રપતિએ કર્યું વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન

Updated By: Feb 24, 2021, 12:42 PM IST
ક્રિકેટ પ્રેમીઓ ગેલમાં, રાષ્ટ્રપતિએ કર્યું વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન
  • અલગ અલગ રાજ્યોમાંથી પણ ક્રિકેટ લવર્સ અમદાવાદ આવ્યા
  • આ પ્રસંગે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું છે. લોકોને પહેલીવાર આ નવનિર્મિત સ્ટેડિયમ જોવાનો મોકો મળ્યો

ઝી મીડિયા/બ્યૂરો :દુનિયાના સૌથી મોટા અને પ્રધાનમંત્રી મોદીના સ્વપ્ન સમાન મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ (motera stadium) નું આજે ઉદ્ધાટન થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું છે. લોકોને પહેલીવાર આ નવનિર્મિત સ્ટેડિયમ જોવાનો મોકો મળ્યો છે. ગુજરાતના સ્ટાર પ્લેયર્સને આ પ્રસંગે આવકારમાં આવ્યા છે. ઉદઘાટન બાદ આજે ભારત vs ઈંગ્લેન્ડ (india vs england) વચ્ચે શરૂ થતી ત્રીજી ટેસ્ટ બાદ ચોથી ટેસ્ટ મેચ રમાશે. તેમજ 12 માર્ચથી શરૂ થતી 5 T20 મેચ પણ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 

સ્ટેડિયમ જોવા માટે ગજબનો ઉત્સાહ
મોટી સંખ્યામાં ક્રિકેટ (cricket) લવર્સ સ્ટેડિયમમાં આવી પહોંચ્યા છે. જ્યાં તેમનો ઉત્સાહ જોવા જેવો છે. અલગ અલગ રાજ્યોમાંથી પણ ક્રિકેટ લવર્સ અમદાવાદ આવ્યા છે. ખાસ કરીને વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ કેવું બન્યું છે તે જોવાની તાલાવેલી તેમનામાં જોવા મળી છે. ક્રિકેટ ચાહકોએ રાષ્ટ્રધ્વજ સાથે સ્ટેડિયમની બહાર નારા લગાવ્યા હતા. 

દરેક દર્શકને 360 ડિગ્રી વ્યૂ મળે છે 
મોટેરા સ્ટેડિયમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં કુલ 11 પીચ બનાવવામાં આવી છે. જેથી એક જ દિવસમાં એકથી વધુ મેચ રમાડવી હોય તો સમસ્યા ન થાય.  આ સ્ટેડિમય એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, કોઈ પણ ખુણે બેસેલા પ્રેક્ષકને તેનો 360 ડિગ્રી વ્યૂ મળશે. સ્ટેડિયમમાં ખાસ એલઈડી લાઈટ્સ લગાવવામાં આવી છે. સાથે ઈન્ડોર પ્રેક્ટિસની પણ વ્યવસ્થા છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહની દેખરેખમાં આ સ્ટેડિયમ તૈયાર થયું છે. 

No description available.

સ્ટેડિયમમાં અંદર ધ્વજ ન લઈ જવા દેવાયા
જોકે, સ્ટેડિયમમાં આવેલા કેટલાક દર્શકો નિરાશ થયા છે. કારણ કે, તેઓને અંદર રાષ્ટ્ર ધ્વજ લઈ જતા રોકવામાં આવ્યા હતા. ગુસ્સે થયેલા લોકોએ સ્ટેડિયમ ખાતે હોબાળો કર્યો હતો. લોકોએ મેચની ટિકિટ હોવા છતા બહાર રહીને બહિષ્કાર કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. આ હોબાળાના પગલે સ્ટેડિયમના સ્ટાફે તમામ લોકોની એન્ટ્રી પર રોક લગાવી દીધી હતી.