નવી દિલ્હીઃ વિશ્વકપની તૈયારીમાં લાગેલી ટીમ ઈન્ડિયા માટે આ વખતે વિશ્વકપ પહેલા આયોજીત થનારી તેની ઘરેલૂ ટી20 લીગ એક પડકાર બની ગઈ છે. ટીમે પોતાની તમામ તાકાસ સાથે વિશ્વકપમાં ઉતરવું છે અને તે પહેલા ખેલાડીઓએ આઈપીએલમાં પણ રમવાનું છે. જેથી ખેલાડીઓની ફિટનેસ, ફોર્મ અને પ્રેશરની ચિંતા ટીમ મેનેજમેન્ટને જરૂર હશે. ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પણ તે વાતને લઈને ચિંતિત જોવા મળી રહ્યાં છે અને તેણે કહ્યું કે, તેઓ આ વાતને લઈને આઈપીએલ ફ્રેન્ચાઇઝી અને ખેલાડીઓ સાથે વાત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઈન્ટરવ્યૂ દરમિયાન શાસ્ત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે, વિશ્વકપ પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટરોનું વર્કલોડ મેનેજમેન્ટ અને તેની લય જાળવી રાખવી એક ચિંતા હશે. શું આઈપીએલ દરમિયાન ખેલાડીઓની લય અને વર્કલોડની ચિંતા કરવાનો કોઈ ખાસ પ્લાન છે. 


એક વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યૂમાં શાસ્ત્રીએ કહ્યું, અત્યારે તમામ ખેલાડીઓ લયમાં છે. અમે પ્રયત્ન કરીશું કે, ફ્રેન્ચાઇઝી અને તેના કેપ્ટનો સાથે વાત કરીએ. અમે તે નક્કી કરવા ઈચ્છીએ છીએ કે વિશ્વકપ માટે પસંદ કરવાના સંભવિત ખેલાડીઓ સીમિત મેચ રમે, જેથી તેની ફિટનેસ અને ફોર્મ પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે, અમે ઈચ્છીએ છીએ કે, આ ટૂર્નામેન્ટ દરમિયાન તેને યોગ્ય આરામ મળે જેથી તે વિશ્વકપ માટે ફ્રેશ રહે. 

પૂર્વ કેપ્ટન પોન્ટિંગની વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમના સહાયક કોચ તરીકે નિમણૂંક


ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચે કહ્યું, આઈપીએલ બાદ પણ વિશ્વકપ પહેલા અમારી પાસે 10 દિવસ હશે અને તે સમયે અમે આ તમામ બાબતો પર કામ કરીશું. તે ખૂબ જરૂરી છે કે ખેલાડી પોતાની શારીરિક ફિટનેસ અને પોતાની સિક્લ્સને ઇંપ્રૂવ કરવા માટે કામ કરે. ભલે અમે ફ્રેન્ચાઇઝીના કામમાં વધુ દખલ ન આપી શકીએ તેમ છતાં અમે તેની સાથે અને ખેલાડીઓને આ વિશે વાત કરીશું. 


રોહિત શર્મા બન્યો ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન


રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના વિશ્વકપના પ્લાન અને છેલ્લા વર્ષના પ્રદર્શન પર પણ વાત કરી હતી. વનડે આંતરરાષ્ટ્રીયમાં ભારતીય ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમે 2017માં પાકિસ્તાન વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઇનલ જરૂર ગુમાવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે વનડેમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. 


ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં વનડે સિરીઝ જીતી છે. આ સિવાય ભારતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટઈન્ડિઝોની ટીમને પોતાના ઘરમાં પણ હરાવી છે. ટીમ ઈન્ડિયાએ યૂએઈમાં રમાયેલો એશિયા કપ પણ કબજે કર્યો હતો. આ બે વર્ષોમાં ટીમ ઈન્ડિયા માત્ર ઈંગ્લેન્ડને હરાવી શકી નથી.