પૂર્વ કેપ્ટન પોન્ટિંગની વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમના સહાયક કોચ તરીકે નિમણૂંક
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને વિશ્વકપ 2019 માટે ઓસ્ટ્રેલિયન ટીમના સહાયક કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વકપ માટે પોન્ટિંગ મુખ્ય કોચ જસ્ટિન લેંગર સાથે મળીને કામ કરશે.
Trending Photos
સિડનીઃ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સહાયક કોચ બનાવવામાં આવ્યા છે, જે બેટિંગ પર ધ્યાન આપશે. પાંચ વિશ્વકપ રમીને 3 જીતી ચુકેલા પોન્ટિંગની નિમણૂંક બોલિંગ કોચ ડેવિડ સાકેરના રાજીનામાના એક દિવસ બાદ થઈ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, પોન્ટિંગ વનડે બેટ્સમેનો પર કામ કરશે જ્યારે હાલના બેટિંગ કોચ ગ્રીમ હિક એશિઝની તૈયારીમાં વ્યસ્ત છે.
મુખ્ય કોચ જસ્ટિન લેંગરે કહ્યું, તે બેટ્સમેનો જ નહીં પરંતુ આખી ટીમના માર્ગદર્શક છે. અમે સાથે મળીને વિશ્વકપ જીતવાનો પ્રયાસ કરીશું. તેનામાં રમતની સમજણ કમાલની છે અને તેમને ખ્યાલ છે કે આ સ્તર પર કેવું પ્રદર્શન કરવાનું છે.
પોન્ટિંગની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિશ્વકપ પોતાના નામે કર્યા છે. તેની આગેવાનીમાં 2003માં સાઉથ આફ્રિકામાં વિશ્વકપ અને 2007માં વેસ્ટ ઈન્ડિઝમાં યોજાયેલા વિશ્વકપમાં જીત મેળવી હતી. આ બંન્ને વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમ અજેય રહી અને તેને લીગ મેચમાં પણ કોઈ ટીમ હરાવી શકી નહતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે