નવી દિલ્હી: IPL 2020 નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ એકવાર ફરીથી પોતાના નામે કરી લીધો છે. સતત બે વાર મુંબઈએ આ ટ્રોફી પર કબજો જમાવ્યો. ફાઈનલમાં મુંબઈએ દિલ્હી (DC)ને 5 વિકેટે હરાવ્યું અને પાંચમીવાર ચેમ્પિયનશીપ જીતી, પરંતુ જીત બાદ પણ મુંબઈને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2020 Final: દિલ્હીનું સપનું રોળાયું, મુંબઈ ઈન્ડિયન્સ રેકોર્ડ પાંચમી વખત બન્યું ચેમ્પિયન


કોવિડ-19ના કારણે બીસીસીઆઈને આઈપીએલના આયોજનમાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને કોરોનાના કારણે જ મુંબઈને ભારે નુકસાન થયું છે. આ વર્ષે ચેમ્પિયન બનવા છતાં મુંબઈ ઈન્ડિયન્સને માત્ર 10 કરોડ રૂપિયા જ ઈનામની રકમ મળી છે. જે પ્રાઈઝ મનીથી 50 ટકા ઓછી રકમ છે. આ બાજુ દિલ્હી કેપિટલ્સની ટીમને પણ ફક્ત 6.25 કરોડ રૂપિયાની રકમ અપાઈ છે. 


13 વર્ષમાં માત્ર આ ટીમોએ જીતી છે IPL ટ્રોફી, આ છે ચેમ્પિયન્સનું પૂરુ લિસ્ટ


બીસીસીઆઈએ આ બધા નુકસાનના કારણે પ્રાઈઝ મનીમાં 50 ટકાનો ઘટાડો કરવો પડ્યો. આ અગાઉ આઈપીએલનો ખિતાબ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા મળતા હતા. જ્યારે ઉપવિજેતાને 12.5 કરોડ, ત્રીજા સ્થાને અને ચોથા સ્થાને આવનારી ટીમોને 10-10 કરોડ રૂપિયા મળતા હતા. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર