13 વર્ષમાં માત્ર આ ટીમોએ જીતી છે IPL ટ્રોફી, આ છે ચેમ્પિયન્સનું પૂરુ લિસ્ટ

મુંબઈએ સૌથી વધુ પાંચ ટાઇટલ જીત્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સે 3 (2010, 2011, 2018) ટાઇટલ જીત્યા છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)એ બે (2012, 2014)મા ટ્રોફી કબજે કરી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ-2016, ડેક્કન ચાર્જર્સ- 2009 અને રાજસ્થાન રોયલ્સ 2008મા ચેમ્પિયન બની હતી. 

Updated By: Nov 11, 2020, 12:15 AM IST
13 વર્ષમાં માત્ર આ ટીમોએ જીતી છે IPL ટ્રોફી, આ છે ચેમ્પિયન્સનું પૂરુ લિસ્ટ

દુબઈઃ આઈપીએલ-2020ની ફાઇનલ સમાપ્ત થઈ ચુકી છે અને મુંબઈ ઈન્ડિયન્સે પાંચમી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કર્યું છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી ફાઇનલમાં મુંબઈએ પ્રથમવાર ફાઇનલ રમી રહેલી દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવી પોતાનું પાંચમું ટાઇટલ જીત્યું. દિલ્હીએ 13 વર્ષમાં પ્રથમવાર ચેમ્પિયન બનવાની તક ગુમાવી દીધી. આઈપીએલ ફાઇનલમાં પ્રથમવાર પહોંચનારી દિલ્હી કેપિટલ્સનું ટાઇટલ જીતવાનું સપનું અધુરૂ રહી ગયું. આઈપીએલની 6 સીઝનોમાં માત્ર 6 ટીમને ચેમ્પિયન બનવાની તક મળી છે. 

મુંબઈએ સૌથી વધુ પાંચ ટાઇટલ જીત્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સે 3 (2010, 2011, 2018) ટાઇટલ જીત્યા છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)એ બે (2012, 2014)મા ટ્રોફી કબજે કરી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ-2016, ડેક્કન ચાર્જર્સ- 2009 અને રાજસ્થાન રોયલ્સ 2008મા ચેમ્પિયન બની હતી. 

IPL 2020: રાહુલને ઓરેન્જ, રબાડાને પર્પલ, જાણો અન્ય ક્યા ખેલાડીઓને મળ્યા એવોર્ડ  

2008-2020: ચેમ્પિયન્સનું લિસ્ટ

2008: રાજસ્થાન રોયલ્સ (ચેન્નાઈને 3 વિકેટે હરાવી)

2009: ડેક્કન ચાર્જર્સ (બેંગ્લુરુને 6 રનથી હરાવી)

2010: ચેન્નાઈ સુપર કિંગ્સ (મુંબઈને 22 રને હરાવી)

2011: ચેન્નાઇ સુપર કિંગ્સ (બેંગલોરુને 58 રનથી હરાવી)

2012: કોલકાતા નાઈટ રાઇડર્સ (ચેન્નઈને 5 વિકેટે હરાવી)

2013: મુંબઇ ઇન્ડિયન્સ (ચેન્નઈને 23 રનથી હરાવી)

2014: કોલકાતા નાઈટ રાઇડર્સ (પંજાબને 3 વિકેટે હરાવી)

2015: મુંબઇ ઇન્ડિયન્સ (ચેન્નઈને 41 રનથી હરાવી)

2016: સનરાઇઝર્સ હૈદરાબાદ (બેંગલુરુને 8 રનથી હરાવી)

2017: મુંબઇ ઇન્ડિયન્સ (રાઇઝિંગ પૂણે સુપરજિએન્ટને 1 રનથી હરાવી)

2018: ચેન્નાઈ સુપર કિંગ્સ (સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવી)

2019: મુંબઇ ઇન્ડિયન્સ (ચેન્નઈને 1 રનથી હરાવી)

2020: મુંબઈ ઈન્ડિયન્સ (દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવ્યું)

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર