નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાત (UAE)મા રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનના પ્રથમ સપ્તાહમાં આશરે 26 કરડ 90 લાખ લોકોએ ટૂર્નામેન્ટની મેચ જોઈ છે. આ સાથે નવો રેકોર્ડ બની ગયો છે. પાછલા વર્ષની તુલનામાં પહેલા સપ્તાહમાં આ વખતે પ્રતિ મેચ 1.1 કરોડ વધુ લોકોએ જોઈ છે. ટૂર્નામેન્ટના પ્રથમ સપ્તાહમાં સાત મેચો અને 21 ચેનલો પર 60.6 અબજ વ્યુઇંગ મિનિટ્સ નોંધવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીવીની વ્યૂઅરશિપને મોનિટર કરનારી એજન્સી બાર્ક નીલ્સને 'ટેલિવિઝન વ્યૂઅરશિપ અને જાહેરાતનો વપરાશ IPL-13 2020' નામના પોતાના રિપોર્ટમાં કહ્યું કે, હાલની સીઝનના પ્રથમ સપ્તાહમાં પ્રત્યેક મિનિટમાં દર્શકોની સંખ્યામાં પાછલા વર્ષની તુલનામાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે.  IPL 2020ના પ્રથમ સપ્તાહમાં 2019ની સીઝનની તુલનામાં પ્રતિ મેચ એવરેજ ઇન્પ્રેશનમાં 21 ટકાનો વધારો જોવા મળ્યો છે. 


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે 22 સપ્ટેમ્બરે કહ્યુ હતુ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં રમાયેલી ઉદ્ઘાટન મેચને આશરે 20 કરોડ લોકોએ જોઈ હતી. જય શાહ અનુસાર, આ કોઈપણ દેશમાં કોઈપણ રમતના ઉદ્ઘાટન મુકાબલાને જોનારા પ્રમાણે સૌથી વધુ સંખ્યા હતા. કોરોના વાયરસ મહામારી વચ્ચે આઈપીએલ 2020નો ઉદ્ઘાટન મુકાબલો 19 સપ્ટેમ્બરે અબુધાબીમાં રમાયો હતો. 


IPL 2020: CSKના ખેલાડીએ કર્યો બાયો-બબલના નિયમનો ભંગ, મળી સજા  


આ સીઝનના પ્રથમ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આમને-સામને હતી, જેમાં એમએસ ધોનીની આગેવાનીમાં સીએસકેએ મુંબઈને હરાવ્યું હતું. તે સમયે જય શાહે ટ્વીટ કરીને લખ્યુ હતુ- 'આઈપીએલની ઉદ્ઘાટન મેચે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. બીએઆરસી અનુસાર, આ મેચને 20 કરોડ લોકોએ જોઈ. આ કોઈપણ દેશમાં કોઈપણ રમતના ઉદ્ઘાટન મુકાબલાને જોનારા પ્રમાણે સૌથી વધુ સંખ્યા છે.'


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર