IPL 2022 માં અમદાવાદની ટીમની એન્ટ્રી, કોણ બનશે અમદાવાદની ટીમનો કેપ્ટન? 3 દિગ્ગજો વચ્ચે ટક્કર
અમદાવાદની ટીમની જાહેરાત સાથે જ આ ફ્રેન્ચાઈઝી કેપ્ટનશીપની શોધમાં લાગી ગઈ છે. આવી સ્થિતિમાં, કયા ખેલાડીઓ આ જવાબદારી સારી રીતે નિભાવી શકે છે તેના પર સૌની નજર છે..જેમાં મુખ્યત્વ 3 સ્ટાર ખેલાડી વચ્ચ ટક્કર જોવા મળી શકે છે.
નવી દિલ્હીઃ અમદાવાદની ટીમની જાહેરાત સાથે જ આ ફ્રેન્ચાઈઝી કેપ્ટનશીપની શોધમાં લાગી ગઈ છે. આવી સ્થિતિમાં, કયા ખેલાડીઓ આ જવાબદારી સારી રીતે નિભાવી શકે છે તેના પર સૌની નજર છે..જેમાં મુખ્યત્વ 3 સ્ટાર ખેલાડી વચ્ચ ટક્કર જોવા મળી શકે છે.
IPL 2022માં 10 ટીમો વચ્ચે ટક્કર:
IPL 2022માં ટુર્નામેન્ટનો ઉત્સાહ અનેકગણો વધી જશે કારણ કે આવતા વર્ષે અમદાવાદ અને લખનઊની બે નવી ટીમો ભાગ લેશે. આ 2 ફ્રેન્ચાઇઝીએ કોર ટીમ તૈયાર કરવાની છે, જેના માટે તેણે પહેલા કેપ્ટનની પસંદગી કરવી પડશે.
Virat Kohali ની Lifestyle જોઈને તમને પણ થશે ભગવાને આવું નસીબ આપ્યું હોત તો..! આવા જલસા તો કોઈને નથી!
આ કંપનીઓને નવી ટીમો મળી:
RP-SG ગ્રૂપે 7,090 કરોડ રૂપિયામાં લખનઊની ફ્રેન્ચાઇઝી ખરીદી છે. જ્યારે CVC કેપિટલે અમદાવાદની ટીમની માલિકી 5,166 કરોડ રૂપિયામાં હસ્તગત કરી છે.
લગ્ન પહેલાં જ બાપ બની ગયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર! કરિયર બુલંદી પર હતું અને અચાનક આ શું થયું!
અમદાવાદના કેપ્ટન માટે 3 ખેલાડી રેસમાં:
CVC કેપિટલએ આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ ફર્મ છે. જેણે નવી IPL ટીમો માટે બીજી સૌથી વધુ બોલી લગાવી છે. અમદાવાદની ટીમનું હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હશે. પરંતુ હાલ તો અમદાવાદની ટીમના કેપ્ટનની શોધ થઈ રહી છે. જેમાં એક ભારતીય અને બે ઓસ્ટ્રેલિયન ખેલાડી રેસમા છે.
Punjab Kings ની ટીમને છોડશે લોકેશ રાહુલ! ટીમ છોડવાનું અંદરનું કારણ બહાર આવ્યુું ને બધા ચોંકી ગયા!
ડેવિડ વોર્નર:
સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી ડેવિડ વોર્નરની વિદાય નિશ્ચિત છે. જેથી ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ પહેલાથી જ કહ્યું છે તે હરાજી પૂલમાં છે. ત્યારે ડેવિડ વોર્નરને અમદાવાદની ટીમની કેપ્ટનશીપ અપાય તેવી શક્યતા છે. વોર્નરે અત્યાર સુધીમાં IPLમાં 41.59ની એવરેજ અને લગભગ 140ના સ્ટ્રાઈક રેટથી 5,449 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 50 અડધી સદી ફટકારી છે. IPL 2021માં SRHનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહેતા વોર્નરને ભારે નુકસાન થયું હતું. પહેલાં વોર્નર પાસેથી સુકાની પદ છીનવાયું અને બાદમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું.
એરોન ફિન્ચ:
એરોન ફિન્ચ ટી-20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો કેપ્ટન છે. ફિન્ચના અનુભવને જોતા અમદાવાદની ફ્રેન્ચાઇઝી ચોક્કસપણે તેના પર નજર રાખશે. તેના નેતૃત્વ કૌશલ્યનો ટીમને ફાયદો થઈ શકે છે. ફિન્ચ વર્ષ 2020માં RCBનો હિસ્સો હતો પરંતુ 2021ની સિઝન પહેલાં તેને છોડી દીધો. અમદાવાદની ટીમ ફિન્ચની કેપ્ટનશીપમાં ટાઈટલ જીતવા મેદાને ઉતરવામાં રસ દાખવી શકે છે.
ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!
કેએલ રાહુલ:
IPL 2021માં જોરદાર પ્રદર્શન કરનાર કે. એલ. રાહુલ અમદાવાદની ટીમના કેપ્ટન માટે હોટફેવરીટ માનવામાં આવે છે. આગામી સિઝનમાં પંજાબ કિંગ્સ છોડવાની રાહલે યોજના બનાવી છે. જેથી અમદાવાદની ટીમનો કેપ્ટન બની શકે છે કે. એલ. રાહુલ. રાહુલનો આઈપીએલમાં પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. સારા બેટ્સમેનની સાથે , કેપ્ટનશીપ અને વિકેટકીપિંગની જવાબદારી પણ કે. એલ. રાહુલ સારી રીતે નિભાવે છે.
Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!
Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub