નવી દિલ્હી: આઇપીએલ 2022 ની શરૂઆત ફેન્સ માટે ઘણી શાનદાર રહી છે. અત્યાર સુધીમાં આ સીઝનમાં 12 મેચ રમાઈ ચૂકી છે, પરંતુ કેટલીક ટીમ હજુ સુધી પહેલી મેચ જીતવાની રાહ જોઈ રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પણ આ સીઝનની શરુઆત ખુબ જ ખરાબ થઈ છે. હૈદરાબાદની ટીમ આ સીઝનની તેમની બંને મેચોમાં એકદમ ફ્લોપ સાબિત થઈ છે. ટીમની સતત હારથી ફેન્સ ઘણા નિરાશ છે અને ફ્રેન્ચાઈઝી પણ. હૈદરાબાદની હાર બાદ ટીમની કો-ઓનરની એક તસવીર સોશિયલ મડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SRH ની હાર પર કાવ્યા દેખાઈ ઉદાસ
સનરાઈજર્સ હૈદરાબાદને તેમની બીજી મેચ લખનઉ સુપરજાયન્ટ્સના હાથે 12 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારનની તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. કાવ્યા જ્યારે પણ મેદાન પર હોય છે તો કેમેરો તેની તફર જરૂરથી ફરે છે. આ મેચમાં પણ કંઈક આવું જ થયું. મેચની છેલ્લી ક્ષણોમાં તેનું લટકેલું મોઢું જોઈ તેના ફેન્સ ઘણા નિરાશ તયા છે. જ્યાં સુધી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ મેચમાં રમી રહી હતી ત્યાં સુધી તે ખુશ જોવા મળી હતીં, પરંતુ જેમ જેમ ટીમ હારની નજીક પહોંચી રહી હતી તો તેનો ચહેરો લટકતો જોવા મળી રહ્યો હતો.


IPL માં મળ્યો બુમરાહ કરતા પણ ખતરનાક બોલર, મોટામાં મોટા બેટિંગ ઓર્ડરના કાઢ્યા છોતરાં


અહીં જુઓ કાવ્યાની આ વાયરલ તસવીર


તારક મહેતા ફેમ બબીતાજીના લટકા-ઝટકા જોઈ લોકોની વધી હાર્ટબીટ, ન્યુ લુકથી ફેન્સને કર્યા ઇમ્પ્રેસ


કાવ્યાના ફેન્સ પણ જોવા મળ્યા નિરાશ
સનરાઈઝર્સ હૈદરાબાદની હાર બાદ કાવ્યાનો લટકતો ચહેરો જોઈ ફેન્સને સારુ લાગી રહ્યું ન હતું. ફેન્સને લાગે છે કે, સનરાઈઝર્સ હૈદરાબાદથી હારથી વધારે તકલીફ તો કાવ્યા મારનના દુ:ખીની છે. એક ફેન્સે સોશિયલ મીડિયા પર લખ્યું- તે નિશ્ચિત રીતે સરાની હકદાર છે! કેન વિલિયમસન, અબ્દુલ સમદ, અભિષેક શર્મા, ઉમરાન મલિક, નિકોલસ પૂરન, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, કૃપા કરીને તેમને ખુશ કરો!


ફરી એકવાર સસ્તી હેચબેક કારનો દબદબો, જાણો દેશમાં સૌથી વધુ વેચાતી 10 ગાડીઓનું લિસ્ટ


અહીં જુઓ ફેન્સનું ટ્વીટ


Zomato અને Swiggy સામે તપાસના આદેશ, જાણો શું છે બમ્પર ડિસ્કાઉન્ટનો ખેલ!


2018 આઇપીએલથી જોવા મળી
કાવ્યા મારન સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની દીકરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ તેની ટીમ છે. કાવ્યા મારન કલાનિધિ મારનની દીકરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે. કાવ્યા પોતે સન મ્યુઝિક સાથે જોડાયેલી છે. તે પહેલીવાર આઇપીએલ 2018 માં પોતાની ટીમ SRH ને ચીયર કરતી ટીવી પર જોવા મળી હતી. કાવ્યા એસઆરએચની સીઈઓ પણ છે. કાવ્યાએ એમબીએનો અભ્યાસ કર્યા બાદ પિતા કલાનિધિ મારનના વ્યાપારમાં હાથ અજમાવી રહી છે. કાવ્યાને ક્રિકેટ ઘણી પસંદ છે. આ ઉપરાંત તે પોતના કામકાજ પણ સારી રીતે સંભાળે છે. કાવ્યાએ ચેન્નાઈથી એમબીએ કર્યું અને હવે તેનું ફોકસ આઇપીએલ પર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube