તારક મહેતા ફેમ બબીતાજીના લટકા-ઝટકા જોઈ લોકોની વધી હાર્ટબીટ, ન્યુ લુકથી ફેન્સને કર્યા ઇમ્પ્રેસ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટ્રેસ મુનમુન દત્તા તેના અલગ-અલગ લુકથી ફેન્સની ધડકન વધારી રહી છે. હવે તેણીએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે.

તારક મહેતા ફેમ બબીતાજીના લટકા-ઝટકા જોઈ લોકોની વધી હાર્ટબીટ, ન્યુ લુકથી ફેન્સને કર્યા ઇમ્પ્રેસ

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તાના હુસ્નના લાખો દિવાના છે. તે શોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોના દિલ જીતી ચુકી છે. પરંતુ રિયલ લાઈફમાં તે ફેન્સને ઇમ્પ્રેસ કરવા માટે કોઈ તક છોડતી નથી. તે સોશિયલ મીડિયા પર પોતાનો જલવો વિખેરતી રહે છે. હવે તેણીએ પોતાની લેટેસ્ટ તસવીરો શરે કરી છે. જેમાં તેણીએ કાતિલ અદાઓથી ફેન્સને ઘાયલ કર્યા છે.

દરેક ડ્રેમાં ગજબની દેખાય છે મુનમુન
મુનમુન દત્તા ઘણી વખત તેના અલગ-અલગ લુકથી ફેન્સની ધડકન વધારે છે. તેની એક ઝલક જોવા માટે ફેન્સ તરસી રહ્યા છે. હવે મુનમુને તેની નવી તસવીરો શેર કરી છે. જેમાં તેનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે. તેણે કેમેરા સામે એવા એવા પોઝ આપ્યા છે, જેના પર ફેન્સ નજર ટીકાઈને બેઠા છે.

ન્યુ લુકથી ફેન્સને કર્યા ઇમ્પ્રેસ
તસવીરોમાં જોઈ શકાય છે કે, મુનમુને શર્ટને નોટ કરીને પહેર્યો છે અને તેને પેન્ટ્સની સાથે પેપર કર્યો છે. જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ તેના લુકને કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા છે. ફોટોઝને ખુબ જ લાઈક અને શેર કરવામાં આવી રહ્યા છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં ખુબ જ ફાયર ઇમોજી શેર કરી છે.

કિલર ડાન્સથી મચાવ્યો તહેલકો
જણાવી દઈએ કે, મુનમુન દત્તા તેના ડાન્સ વીડિયો પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા તેણે તબાહી સોન્ગ પર જોરદાર ડાન્સ કર્યો હતો. જેનો એક વીડિયો તેણે પોસ્ટ કરી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. તેણે ગીત પર એક્ટ્રેસ તમન્ના ભાટીયાના ડાન્સ સ્ટેપની કોપી કરી હતી. તેના લટકા-ઝટકા જોઈ ફેન્સના હોશ ઉડી ગયા હતા. તમને જણાવી દઈએ કે, ઇન્સ્ટાગ્રામ પર મુનમુન દત્તાની મોટી ફેન ફોલોવિંગ છે. તેના 7 મિલિનય ફોલોઅર્સ છે. જે તની તસવીરો અને વીડિયોને ખુબ જ પસંદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news