ફરી એકવાર સસ્તી હેચબેક કારનો દબદબો, જાણો દેશમાં સૌથી વધુ વેચાતી 10 ગાડીઓનું લિસ્ટ

સૌથી વધારે ગાડીઓ વેચનારી કંપની મારુતિ સુઝુકી છે. માર્ચમાં ફરી એકવાર સસ્તી હેચબેક કારોનો દબદબો રહ્યો છે. આવો જાણીએ દેશમાં સૌથી વધુ વેચાતી 10 ગાડીઓનું લિસ્ટ...

ફરી એકવાર સસ્તી હેચબેક કારનો દબદબો, જાણો દેશમાં સૌથી વધુ વેચાતી 10 ગાડીઓનું લિસ્ટ

નવી દિલ્હી: ગયા મહિનો ઘણી કાર બનાવતી કંપનીઓ માટે શાનદરા રહ્યો છે. ટાટા મોટર્સથી લઇને મહિંદ્રા અને કિઆ મોટર્સે પોઝિટિવ ગ્રોથ કર્યો છે. જો કે, સૌથી વધારે ગાડીઓ વેચનાર કંપની જો કોઇ હોય તો તે છે મારુતિ સુઝુકી. માર્ચ મહિનામાં ફરી એક વાર સસ્તી હેચબેક કારનો દબદબો રહ્યો છે. આવો જાણીએ દેશમાં સૌથી વધારે વેચાતી 10 ગાડીઓનું લિસ્ટ...

Maruti ની સસ્તી ગાડીઓની ધમાલ
ગયા મહિને દેશની સૌથી વધારે વેચાતી કાર મારુતિ સુઝુકી વેગેનાર રહી છે. તેના કુલ 24,634 યુનિટ્સ વેચાયા છે. આ રીતે વેગેનઆરે માર્ચ 2021 માં વેચાયેલા 18757 યુનિટ્સની સરખામણીએ 31.33 ટકાનો ગ્રોથ કર્યો છે. તમને જણાવી દઈએ કે, મારુતિએ માર્ચમાં જ વેગેનઆરને અપડેટ કરી નવા અવતારમાં લોન્ચ કરી છે. તેની કિંમત 5.39 લાખ રૂપિયાથી લઇને 7.1 લાખ રૂપિયા સુધી છે.

ટોપ 5 ગાડીઓનું લિસ્ટ
લિસ્ટમાં બીજા સ્થાન પર મારુતિ ડિઝાયર અને તીજા સ્થાન પર મારુતિ બલેનો છે. માર્ચ 2022 માં આ કારના ક્રમશ: 18,623 યુનિટ્સ અને 14,520 યુનિટ્સ વેચાયા છે. આ રીતે ચોથા સ્થાન પર  ટાટા નેક્સોન છે, જે 14315 યુનિટ્સ સથે દેશની સૌથી વધારે વેચાતી એસયુવી બની ગઈ છે. પાંચમાં નંબર પર મારુતિ સુઝુકી સ્વિફ્ટ છે, જેના ગયા મહિને 13,623 યુનિટ્સ વેચાયા હતા.

ટોપ 10 ગાડીઓનું લિસ્ટ
લિસ્ટમાં છઠ્ઠા સ્થાન પર મારુતિ બ્રેઝા અને સાતમાં સ્થાન પર હ્યુંડાઈ ક્રેટા રહી છે. માર્ચ 2022 માં તેના ક્રમશ: 12,439 યુનિટ અને 10,532 યુનિટ્સ વેચાયા છે. આઠમાં સ્થાન પર ટાટા પંચ રહી, જેના 10,526 યુનિટ્સ વેચાયા છે. આ રીતે નવમાં અને દસમાં સ્થાન પર હ્યુંડાઈ i10 નિઓસ અને મારુતિ ઇકો રહી છે. જેના ક્રમશ: 9,687 યુનિટ્સ અને 9,221 યુનિટ્સ વેચાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news