IPL 2022 LSG vs MI: કેએલ રાહુલ આગળ મુંબઇના બોલરો ઘુંટણીયે, લખનઉ સામે MI ની સતત બીજી હાર
IPL 2022 LSG vs MI: મુંઇબ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. આઇપીએલ 2022 ની 37 મી મેચમાં લખનઉની ટીમે મુંબઇને 36 રનથી હરાવ્યું છે.
IPL 2022 LSG vs MI: લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમાં આઇપીએલની 37 મી મેચ રમાઈ રહી હતી. આ મેચમાં મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે લખનઉએ પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 168 રન બનાવ્યા હતા. જેમાં સૌથી વધારે કેએલ રાહુલે નાબાદ 103 રન બનાવ્યા હતા. 169 રનનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી મુંબઇની ટીમે 132 રન બનાવ્યા હતા.
લખનઉ સામે મુંબઇની સતત બીજી હાર
મુંઇબ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં લખનઉના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. આઇપીએલમાં બીજી મેચ રમી રહેલા મોહસિન ખાને 4 ઓવરમાં માત્ર 27 રન આપી 1 વિકેટ લીધી હતી. જેસન હોલ્ડર અને રવિ બિશ્નોઈએ પણ એક એક વિકેટ લીધી હતી. મેચની છેલ્લી ઓવરમાં ક્રુણાલ પાંડ્યાએ લખનઉ માટે સૌથી વધારે 3 વિકેટ ઝડપી પાડી હતી.
બે વાર મોતને ભેટી જીવતો થયો શખ્સ! હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પહેલા GF ને કર્યું પ્રપોઝ; આ વાતનો હતો ભય
કેએલ રાહુલની શાનદાર બેટિંગ
કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. કેએલ રાહુલે આ મેચમાં શાનદાર સદી ફટકારી છે. આ સીઝનમાં કેએલ રાહુલની આ બીજી સદી છે. રાહુલે 62 હોલમાં નાબાદ 103 રનની ઇનિંગ રમી હતી. રાહુલ ઉપરાંત મનીષ પાંડેએ 22 રન અને આયુષ બદોનીએ નાબાદ 14 રનની ઇનિંગ રમી.
IPL 2022 માં આ 3 ખેલાડી પોતાના દમ પર બદલી શકે છે આખી મેચ, હજુ સુધી નથી મળ્યો રમવાનો ચાન્સ
મુંબઇ ઇન્ડિયન્સનું સૌથી ખરાબ પ્રદર્શન
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની આ સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. ટીમે આ સીઝનમાં એક પણ મેચમાં જીતનું ખાતું ખોલાવી શકી નથી. મુંઇબ ઇન્ડિયન્સે અત્યાર સુધી 8 મેચ રમી છે અને તમામ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ એક માત્ર ટીમ છે જે એક પણ મેચ જીતી શક્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube