ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત ટાઈટન્સની ટીમ IPL 2022માં વિજેતા બની છે, જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે..IPLની ફાઈનલ મેચ બાદ ઈનામનું વિતરણ થયું..કયાં ખેલાડીને કેટલી રકમ મળી..આવો જાણીએ... ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022 પૂર્ણ થઈ ગઈ છે અને ગુજરાત ટાઇટન્સની ટીમ નવા ચેમ્પિયન તરીકે ઉભરી આવી છે. ગુજરાત ટાઇટન્સે ઇતિહાસ રચ્યો હતો અને IPLની પ્રથમ સિઝનના ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સને હરાવી દીધું છે..

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  કેવા હશે બુલેટ ટ્રેનના પાટા? અમદાવાદથી મુંબઈનો કયો હશે રૂટ? PM મોદીના સૌથી મોટા સપના વિશે જાણો

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટાઈટલ જીત્યું.. ફાઈનલ મેચ બાદ એવોર્ડ વિતરણ કરાયા...જેમાં વિજેતા ટીમ-રનર-અપ ટીમ સહિત ખેલાડીને ટુર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરવા બદલ એવોર્ડ અપાયા હતા..વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સને 20 કરોડ રૂપિયા, જ્યારે રાજસ્થાન રોયલ્સને 12.50 કરોડ રૂપિયા મળ્યા...

આ પણ વાંચોઃ  Rank And Badge Of Indian Police: વર્દી પર લાગેલા સ્ટાર જોઈ આ રીતે કરો પોલીસ અધિકારીઓની ઓળખ

IPL 2022માં કમાલ કરનાર ખેલાડી:


• વિજેતા ટીમ (ગુજરાત ટાઇટન્સ): રૂ. 20 કરોડ
• રનર-અપ (રાજસ્થાન રોયલ્સ): રૂ. 12.50 કરોડ
• ટીમ નંબર 3 (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) - રૂ. 7 કરોડ
• ટીમ નંબર 4 (લખનૌ સુપર જાયન્ટ્સ) - રૂ. 6.5 કરોડ

આ પણ વાંચોઃ  ભૂતના પિચ્ચર જોવાનો બહુ શોખ છે? શું સત્ય ઘટના પરથી બની હતી વીરાના? આ કિસ્સો સાંભળીને ડરી જશો

ખેલાડીઓ પર પૈસાનો વરસાદ:


• ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર - ઉમરાન મલિક (રૂ. 10 લાખ)
• સિઝનમાં સૌથી વધુ સિક્સર - જોસ બટલર (રૂ. 10 લાખ)
• સિઝનનો સુપર સ્ટ્રાઈકર - દિનેશ કાર્તિક (ટાટા પંચ કાર)
• સિઝનનો ગેમ ચેન્જર - જોસ બટલર (રૂ. 10 લાખ)
• Paytm ફેરપ્લે એવોર્ડ - રાજસ્થાન રોયલ્સ-ગુજરાત ટાઇટન્સ
• પાવર પ્લેયર ઓફ ધ સીઝન - જોસ બટલર (રૂ. 10 લાખ)
• સિઝનનો સૌથી ઝડપી બોલ - લોકી ફર્ગ્યુસન (રૂ. 10 લાખ)
• સિઝનમાં સૌથી વધુ ફોર - જોસ બટલર (રૂ. 10 લાખ)
• સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) - યુઝવેન્દ્ર ચહલ 27 વિકેટ (રૂ. 10 લાખ)
• સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) - જોસ બટલર 863 રન (રૂ. 10 લાખ)
• કેચ ઓફ ધ સીઝન - ઈવન લેવિસ (લખનૌ સુપર જાયન્ટ્સ) - (રૂ. 10 લાખ)
• મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર- જોસ બટલર (રૂ. 10 લાખ)

આ પણ વાંચોઃ  જાડી કહીને લોકોએ મજાક ઉડાવી, ન્યૂડ ફોટા વાયરલ કરીને હીરોઈને કરી દીધી બધાની બોલતીબંધ!

આઈપીએલની ફાઈલ ભલે ગુજરાત ટાઈટન્સની ટીમ જીતી હોય, બીજા ઈનામો ભલે અન્ય ખેલાડીઓને પણ મળ્યાં હોય. એવું કહી શકાય કે આખો મોટાભાગનો ખજાનો તો જોશ  ધ બોસ એટલેકે, જોશ બટલર લૂંટી ગયો. મોટાભાગના દરેક ઈનામોમાં બટલરનું નામ આવ્યું. પોતાની અદભુત રમતને કારણે આ ખેલાડીએ કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. રાજસ્થાન રોયલ્સ ભલે ફાઈનલમાં હારી ગઈ હોય પણ જોશ બટરે બેટ્સમેન તરીકે આખી આઈપીએલ સિઝનમાં હાઈએસ્ટ રન કરીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી. જ્યારે રાજસ્થાનના જ ચહલે જબરદસ્ત બોલિંગ કરીને પર્પલ કેપ હાંસલ કરી. એક જ ટીમના બે ખેલાડીઓ આખી સિઝનમાં બાકીની બધી ટીમો પર ભારે પડ્યાં.

આ પણ વાંચોઃ  કિસ્મત મૌકા દેતી હૈ, મહેનત ચૌકા દેતી હૈ...જાણો રાતોરાત કેવી રીતે બદલાઈ ગઈ જેઠાલાલની જિંદગી

IPL 2022ની ફાઈનલમાં કોને કયો એવોર્ડ મળ્યો?
• સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચ: ડેવિડ મિલર
• ગેમ ચેન્જર ઓફ ધ મેચ: હાર્દિક પંડ્યા
• ક્રેકીંગ સિક્સ એવોર્ડ: યશસ્વી જયસ્વાલ
• પાવર પ્લેયર ઓફ ધ મેચ: ટ્રેન્ટ બોલ્ટ
• મેચનો રુપેઃ જોસ બટલર
• પ્લેયર ઓફ ધ મેચ: હાર્દિક પંડ્યા

આ પણ વાંચોઃ  PM મોદીને ગમી ગયું ગાંધીનગર નજીક આવેલું આ 500 વર્ષ જુનું ઝાડ, હવે અહીં ભવ્ય પર્યટન સ્થળ બનશે

આ પણ વાંચોઃ  મિસ વર્લ્ડ બનતા પહેલાં થોડા રૂપિયા માટે જ એશ્વર્યા રાયે કરાવ્યુ હતુ આવું ફોટોશૂટ! તમને વિશ્વાસ નહીં થાય

આ પણ વાંચોઃ  આ ગુજ્જુ ગર્લના એકદમ બોલ્ડ વીડિયો થયા વાયરલ, તમે પણ તેનું સેક્સી ફિગર જોઈ થઈ જશો આફરીન!

આ પણ વાંચોઃ  આ રંગનું યુરિન આવે છે તો થઈ જાવ એલર્ટ, તમને થઈ શકે છે કિડનીની ગંભીર બીમારી