PM મોદીને ગમી ગયું ગાંધીનગર નજીક આવેલું આ 500 વર્ષ જુનું ઝાડ, હવે અહીં ભવ્ય પર્યટન સ્થળ બનશે

500 વર્ષ જુના કંથારપૂર વડને યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. અમદાવાદથી પણ આ સ્થળ ખુબ નજીકના અંતરે આવેલું હોવાથી અમદાવાદીઓ પણ રજાના દિવસે સરળતાથી આ નવા પર્યટન સ્થળની મુલાકાતની મજા માણી શકશે.

PM મોદીને ગમી ગયું ગાંધીનગર નજીક આવેલું આ 500 વર્ષ જુનું ઝાડ, હવે અહીં ભવ્ય પર્યટન સ્થળ બનશે

ઝી બ્યૂરો, અમદાવાદઃ હરવા-ફરવાના શોખીનો માટે સારા સમાચાર છે, ગાંધીનગર નજીક બનવા જઈ રહ્યું છે અનેક નીત-નવા આયામોથી સજ્જ નવું પર્યટન સ્થળ. પ્રધાનમંત્રી મોદી ભલે દિલ્લી હોય પણ તેમનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. તેઓ હંમેશા પોતાના વતન ગુજરાતની ચિંતા કરતા રહે છે. અહીંના લોકોની સુખાકારી માટે હંમેશા પીએમ મોદી કોઈકને કોઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ થકી ગુજરાતને અનોખી ભેટ આપતા રહે છે. એજ રીતે આવખતે તેમણે ગાંધીનગર નજીકના એક ઋષિમુનિ સમાન 5 દાયકા જુના ઝાડ અને તેની આસપાસના વિસ્તારને યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે.

No description available.

જે અંતર્ગત હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીકના કંથારપૂર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટના વિકાસ કામોની નિરીક્ષણ-મુલાકાત લીધી હતી. હાલ પ્રથમ તબક્કામાં 6 કરોડ રૂપિયાના કુલ ખર્ચે નિર્માણાધીન લેન્ડ સ્કેપિંગ, ધ્યાન-યોગ માટેની જગ્યાઓ- એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયાની કામગીરી હાલ ચાલી રહી છે.

પ્રધાનમંત્રી મોદીના દિશાસૂચનમાં આ કંથારપૂર મહાકાળી વડનો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રા-પ્રવાસન ધામ તરીકે અદ્યતન સુવિધા સાથે વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો અને ભૂલકાઓ સાથે સ્નેહભાવથી હળ્યા-મળ્યા હતાં. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ હેતુસર રૂપિયા 6 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાના વિકાસકામોમાં આ સ્થળે નયનરમ્ય લેન્ડ સ્કેપિંગ, ધ્યાનયોગ માટેની જગ્યાઓ, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા તેમ જ પાણીનો બોર, ઈલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યું છે.

No description available.

આ પરિસરમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્રતયા અંદાજે રૂપિયા 14.96 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટને પાર પાડવામાં આવશે. જેને વિવિધ તબક્કામાં કામો પુરા કરવાની સમય મર્યાદા પણ આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, કંથારપૂર વડ 500 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. તેથી તેને મિનિ કબીર વડ તરીકે પણ ઓળખાવામાં આવે છે.

અહીં વડ નીચે મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. એટલું જ નહીં, અડધા એકરથી વધારે જગ્યામાં પ્રસરેલી આ મહાકાય વડની વડવાઈઓ પણ પ્રકૃતિ-પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પીએમ મોદીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન આ સ્થળની મુલાકાત લઈ તેને યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની નેમ દર્શાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news