ભૂતના પિચ્ચર જોવાનો બહુ શોખ છે? શું સત્ય ઘટના પરથી બની હતી વીરાના? આ કિસ્સો સાંભળીને ડરી જશો

રામસે બ્રધર્સની ફિલ્મ વીરાના આજે પણ કલ્ટ ગણાતી હોરર ફિલ્મોમાંથી એક છે. લોકો તેને જોવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે આ ફિલ્મ એક સાથે ઘટના પર આધારિત છે?

ભૂતના પિચ્ચર જોવાનો બહુ શોખ છે? શું સત્ય ઘટના પરથી બની હતી વીરાના? આ કિસ્સો સાંભળીને ડરી જશો

નવી દિલ્લીઃ 1988માં રિલીઝ થયેલી ફિલ્મ વીરાના આજે પણ ભારતીય સિનેમાની સૌથી હોરર ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. આ ફિલ્મને તુલસી રામસે અને શ્યામ રામસેએ મળીને ડાયરેક્ટ કરી હતી. ફિલ્મ એટલી હિટ રહી કે તેની સ્ટાર જૈસ્મીન રાતોરાત ફેમસ થઈ ગઈ છે. આખી દુનિયામાં તેની સુંદરતાની ચર્ચા હતી. પરંતુ આ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક એવા કિસ્સાઓ પણ છે જે ચોંકાવનારા છે.

Add Zee News as a Preferred Source

રામસે બ્રધર્સની ખાસિયાત હતી હૉરર ફિલ્મ્સ-
આમ તો રામસે બ્રધર્સ હૉરર ફિલ્મો માટે જાણીતા હતા. પરંતુ કહેવામાં આવે છે કે વીરાના ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. રામસે બ્રધર્સમાંથી એક શ્યામ રામસે સાથે એક રાત્રે એવું થયું કે પછી તેના પરથી આખી ફિલ્મ બની ગઈ.

1983ની એ ભયાનક રાત-
1983ની વાત છે જ્યારે શ્યામ રામસે તેમની ટીમ સાથે મહાબળેશ્વરમાં ફિલ્મ પુરાના મંદિરનું શૂટિંગ કરી રહ્યા હતા. કામ પુરું થયા બાદ આખી ટીમ મુંબઈ આવી ગઈ પરંતુ શ્યામ રામસે ત્યાં કેટલાક દિવસ રોકાવા માંગતા હતા. કેટલાક દિવસ બાદ તેઓ જાતે ડ્રાઈવ કરીને મહાબળેશ્વરથી મુંબઈ આવી રહ્યા હતા.

રાત્રે શ્યામ રામસે જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે સૂમસામ હતો. એવામાં તેમને રસ્તા પર એક મહિલા જોવા મળી, જે લિફ્ટ માંગી રહી હતી. શ્યામ રામસેએ મહિલાની મદદ કરવા માટે કાર રોકી દીધી. મહિલા કારની ફ્રંટ સીટ પર આવીને બેસી ગઈ.શ્યામે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલા ચહેરો બીજી તરફ કરીને બેઠી હતી.

મહિલાના પગ જોયા તો-
મહિલા ખૂબસુરત હોવાની સાથે અજીબ પણ હતી. ગાડી ચલાવતા સમયે શ્યામની નજર અચાનક મહિલાના પગ તરફ ગઈ અને તેને જોતા શ્યામ રામસે ડરથી ધ્રુજવા લાગ્યા. કારણ કે મહિલાના પગ પાછળ તરફ વળેલા હતા. ગભરાઈને તેમણે બ્રેક લગાવી દીધી. ગાડી રોકાતા જ મહિલા ગાયબ થઈ ગઈ. આ ઘટના બાદ શ્યામ રામસે ખૂબ જ ગભરાઈ ગયા અને ગમે એમ કરીને મુંબઈ પહોંચ્યા.

પાંચ વર્ષ બાદ બનાવી ફિલ્મ-
શ્યામ રામસેના મન પરથી આ ઘટના ક્યારેય ન ભૂંસાઈ. તેમણે લગભગ પાંચ વર્ષ બાદ 1988માં આ ઘટના પર ફિલ્મ વીરાના બનાવી. જેને દર્શકો અને સમીક્ષકોએ ખૂબ જ પસંદ કરી. આ ઘટના કેટલી સાચી છે તે શ્યામ રામસે જ જાણતા હતા. પરંતુ આ ઘટનાનો ઉલ્લેખ ફતેહચંદ રામસેની દોહિત્રી અલીખા પ્રીતી કૃપલાનીએ તેની બુક 'ઘોસ્ટ ઈન અવર બેકયાર્ડ'માં કર્યો છે.

આ પણ વાંચોઃ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news