નવી દિલ્હી: આઈપીએલ 2022માં સળંગ બે મેચમાં કારમી હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ એક ખતરનાક ચાલ ચાલી છે, તેની સામે હવે દરેક ટીમો ધ્વસ્ત થઈ જશે. રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં હવે દુનિયાના ખતરનાક બેટ્સમેનની એન્ટ્રી કરાવી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શરૂઆતની બે સળંગ મેચ હાર્યા બાદ આ ઘાતક ખેલાડીને ટીમમાં સમાવતા ખુશખુશાલ છે. આ ખેલાડી પોતાના દમ પર મુંબઈ ઈન્ડિયન્સને હારેલી મેચ પણ જીતાડવાનો દમ ધરાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતે ચાલી ખતરનાક ચાલ
મુંબઈ ઈન્ડિયન્સને આજે એટલે કે બુધવારે સાંજે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પુણેમાં આઈપીએલની મેચ રમવાની છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીત મેળવવી મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો પડકાર હશે, પરંતુ એક એવો ખેલાડી છે જે રોહિતની સેનાને પોતાના દમ પર જીત અપાવી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં આ ખતરનાક ખેલાડીના આગમનથી દુશ્મન ટીમોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. આ ખેલાડી એટલો ખતરનાક છે કે વિરોધી ટીમના બોલર તેના નામથી જ ધ્રૂજતા હશે.


IPLમાં ખૂબ જ કંજૂસ સાબિત થઈ રહ્યો છે આ ભારતીય બોલર, T20 વર્લ્ડકપમાં સ્થાન લગભગ ફાઈનલ!


દુનિયાના આ ખતરનાક બેટ્સમેનની મુંબઈ ટીમમાં એન્ટ્રી
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં હવે તેના ખૂબ જ ખતરનાક બેટ્સમેન સૂર્યકુમાર યાદવની એન્ટ્રી થઈ ચૂકી છે. આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં સૂર્યકુમાર યાદવનો સમાવેશ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2022 સીઝનમાં અત્યાર સુધી બે મેચ રમી ચુકી છે અને આ બંને મેચમાં તેનો શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવ વિના રમવું પડ્યું હતું. સૂર્યકુમાર યાદવ નેટમાં ખૂબ પેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.


ખુબ જ ખતરનાક છે આ બેટ્સમેન
સૂર્યકુમાર યાદવ જેવું ટેલેન્ટેડ બેટ્સમેન મેદાન પર ચારેય બાજુ એકથી એક ચઢીયાતા શોટ્સ રમવાની અને રન બનાવવાની કળા જાણે છે. સૂર્યકુમાર યાદવને 360 ડિગ્રી પ્લેયર કહેવામાં આવે છે. સૂર્યકુમાર યાદવની પાસે ઈનિંગને સંભાળવાની અને સાથે મેચ ફિનિશ કરવાની જોરદાર કાબેલિયત છે. સૂર્યકુમાર યાદવને ભારતનો એબી ડિવિલિયર્સ કહેવામાં આવે છે. સૂર્યકુમાર યાદવ જેવું ટેલેન્ડ બેટ્સમેન પાર્ટનરશિપ કરવા માટે પણ મદદ કરી શકે છે.


ભાવિના પટેલની સાથે ગુજરાતની વધુ એક પેરાખેલાડીએ ઇજપ્ત પેરા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અપાવ્યું મેડલ, ટુર્નામેન્ટમાં ત્રીજું ટાઇટલ જીતાડ્યું


ઈજાના કારણે થયા હતા બહાર
સૂર્યકુમાર યાદવ ફેબ્રુઆરીમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. સૂર્યકુમાર યાદવ તેની ઈજાને કારણે બેંગ્લોરમાં NCAમાં રિહેબિલિટેશન કરી રહ્યો હતો, પરંતુ હવે સૂર્યકુમાર સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છે અને સૂર્યકુમાર KKR સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી આઈપીએલમાં 114 મેચની 99 ઈનિંગમાં 2341 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવની આ ઇનિંગ્સમાં કુલ 13 અડધી સદી સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube