IPLમાં ખૂબ જ કંજૂસ સાબિત થઈ રહ્યો છે આ ભારતીય બોલર, T20 વર્લ્ડકપમાં સ્થાન લગભગ ફાઈનલ!

આ વર્ષે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી20 વર્લ્ડકપ માટે હર્ષલ પટેલનું ટીમ ઈન્ડિયામાં સ્થાન લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આઈપીએલ 2022માં હર્ષલ પટેલ પોતાની ધમાકેદાર પ્રદર્શન કરીને વિરોધી ટીમોના છોતરા કાઢી રહ્યો છે.

 IPLમાં ખૂબ જ કંજૂસ સાબિત થઈ રહ્યો છે આ ભારતીય બોલર, T20 વર્લ્ડકપમાં સ્થાન લગભગ ફાઈનલ!

નવી દિલ્હી: આઈપીએલ 2022માં ટીમ ઈન્ડિયાનો એક બોલર ખૂબ જ કંજૂસ સાબિત થઈ રહ્યો છે અને આ વર્ષે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા ભારતીય ક્રિકેટ ટીમ માટે આ સૌથી મોટી ખુશખબરી છે. આ બોલર એવો છે, જે મોટામાં મોટો બેટિંગ ઓર્ડરને પણ નષ્ટ કરી શકે છે અને IPL2022 માં તેનું માત્ર એક ટ્રેલર જોવા મળ્યું છે. જોકે, અસલી પિકચર ટી20 વર્લ્ડકપમાં જોવા મળશે. આ બોલર ભારતની વિરોધી ટીમો માટે સૌથી મોટો કાળ સાબિત થઈ શકે છે. આ ખેલાડી પોતાના દમ પર ભારતને મેચ પણ જીતાડી શકે છે.  

આઈપીએલમાં ખૂબ જ કંજૂસ સાબિત થઈ રહ્યો છે આ ભારતીય બોલર
રોયલ ચેલેંજર્સ બેંગ્લોરના ઝડપી બોલર હર્ષલ પટેલ મંગળવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઈપીએલ મેચમાં ખૂબ જ કંજૂસ બોલર સાબિત થયો. હર્ષલ પટેલે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં 4 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ ઝડપી, પરંતુ આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 4.50નો રહ્યો. ખુબ ઓછા ઝડપી બોલર હોય છે, જે ટી20 ફોર્મેટમાં આટલી કસાયેલી બોલિંગ કરે છે. હર્ષલ પટેલ જેવો ધાકડ ઝડપી બોલર તો ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડકપનો એવોર્ડ પણ જીતાડી શકે છે. હર્ષલ પટેલ ટીમ ઈન્ડિયા માટે 8 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી ચૂક્યો છે, જેમાં તેણે 11 વિકેટ ઝડપી છે. 22 રન આપીને 3 વિકેટ હર્ષલ પટેલનો બેસ્ટ બોલિંગ ફિગર રહ્યો છે.

ટી20 વર્લ્ડકપ માટે સ્થાન લગભગ પાક્કું!
આ વર્ષે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી20 વર્લ્ડકપ માટે હર્ષલ પટેલનું ટીમ ઈન્ડિયામાં સ્થાન લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આઈપીએલ 2022માં હર્ષલ પટેલ પોતાની ધમાકેદાર પ્રદર્શન કરીને વિરોધી ટીમોના છોતરા કાઢી રહ્યો છે. આ બોલર ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ખતરનાક હથિયાર બનશે, જે બુમરાહ કરતા પણ ઘાતક હશે. જોકે, આઈપીએલ 2022માં આ ખતરનાર બોલર સામે દુનિયાભરના બેટર બેટિંગ કરતા ગભરાઈ રહ્યા છે.

કુવૈતે તમિલ સુપરસ્ટાર વિજયની ફિલ્મ 'બીસ્ટ' પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ?

કાતિલ બોલિંગ કરવામાં માહેર
હર્ષલ પટેલ પોતાની કાતિલ બોલિંગમાં માહેર છે. હર્ષલ પટેલના બોલને રમવા કોઈ પણ બેટર માટે સરળ નથી. આ વર્ષે હર્ષલ પટેલને તાજેતરમાં રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

તાબડતોડ બેટિંગ કરવામાં પણ માહેર
હર્ષલ પટેલ ફાસ્ટ બોલિંગ સિવાય સારી સ્વિંગ બોલિંગ પણ કરી શકે છે. હર્ષલ પટેલ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે પણ જાણીતો છે. હર્ષલ પટેલ ટીમ ઈન્ડિયાનો એક શાનદાર ઝડપી બોલર ઓલરાઉન્ડરનો ઓપ્શન આપે છે, જેના કારણે ભારતીય ટીમને ખુબ જ સારું બેલેન્સ મળે છે. હર્ષલ પટેલ બોલની સાથે સાથે બેટથી પણ ભારતના એકલા હાથે મેચ જીતાડવાની તાકાત રાખે છે. હાર્દિક પાંડ્યા સિવાય હર્ષલ પટેલ પણ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. હર્ષલ પટેલ બોલ અને બેટથી સારું પ્રદર્શન કરવાની તાકાત રાખે છે. બોલિંગમાં હર્ષલ પટેલ હાર્દિક પાંડ્યાથી પણ અનેક ઘણો સારો છે, જેની પાસે સ્વિંગ પણ છે.

BSNL લાવ્યું અત્યાર સુધીની સૌથી ધમાકેદાર ઓફર! આ પ્લાન સાથે મફતમાં મેળવો 120GB ડેટા; બેનિફિટ્સ જાણી તાત્કાલિક રિચાર્જ કરાવો

હેટ્રિક લેનાર પહેલો બોલર
હર્ષલ પટેલ પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતો છે, જેણે ડેથ ઓવર્સ સ્પેશિયાલિસ્ટ પણ કહેવામાં આવે છે. ડેથ ઓવર્સમાં તે એટલી ધારદાર બોલિંગ કરીને ટીમને વિકેટ કાઢીને આપે છે. હર્ષલ પટેલ બોલિંગની સાથે સાથે વિસ્ફોટક બેટિંગ પણ કરી શકે છે. આઈપીએલમાં હર્ષલ પટેલનું નામ હેટ્રિક લેવાના રેકોર્ડમાં પણ છે. હર્ષલ પટેલે આઈપીએલ 2021 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન વિરુદ્ધ હેટ્રિક લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news