RCB vs CSK, IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સએ સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી હરાવ્યું.  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં અજિંક્ય રહાણેએ પોતાનો જીવ જોખમમાં નાખીને સિક્સર રોકવાનો પ્રયાસ કર્યો અને દર્શકોમાં અચાનક ફફડાટ ફેલાવી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રહાણેએ સિક્સરને રોકવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો 


વાસ્તવમાં, આ ઘટના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ઈનિંગની 9મી ઓવરની છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા બોલિંગ માટે આવ્યો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 9મી ઓવરનો પાંચમો બોલ ગ્લેન મેક્સવેલને ફેંક્યો ત્યારે RCBના બેટ્સમેને જોરદાર હવાઈ શોટ રમ્યો. બોલ છગ્ગા સુધી જવાનું લગભગ નક્કી હતું, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સ્ટાર ક્રિકેટર અજિંક્ય રહાણેએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કંઈક એવું કર્યું જેનાથી બધા ફફડી ગયા. રહાણેએ બોલને રોકવા માટે એટલો ઊંચો કૂદકો મારીને નીચે પડ્યો કે એને ઉંધા માથે પડવાને પગલે વાગવાનો મોટો ખતરો હતો પણ રહાણેએ આ રિસ્ક લીધું હતું. 


આ પણ વાંચો:
અમદાવાદમાં CBI- NDRFની ટીમને મોટી સફળતા, આરોપીએ નદીમાં ફેંકેલા મોબાઇલ શોધી કાઢ્યા
ચર્ચિત લાંચ કેસમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને મોટો ઝટકો, SCએ રદ્દ કર્યા જામીન
મેક્સવેલ-ડુ પ્લેસિસની તોફાની ઈનિંગ એળે ગઈ, CSK એ રોમાંચક મેચમાં RCB ને હરાવ્યું


સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવા જતા આધેડે પ્રતિકાર કરતા હત્યા, હત્યાનો ભેદ ઉકેલાયો
સુરત પોલીસે માનવતા મહેકાવી, વૃદ્ધાશ્રમ દત્તક લેતા જોવા મળ્યું કડક પોલીસનું નરમ રૂપ
મોટો ઝટકો! કચ્છની કેસર કેરીના ચાહકોને કેટલી જોવી પડશે રાહ? સામે આવ્યા છે મોટા સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube