SRH vs RR: આજે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઈંગ ઇલેવન
IPL 2023: રવિવાર (2 એપ્રિલ) ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR)વચ્ચે મેચ રમાશે. આ મેચ SRHના હોમ ગ્રાઉન્ડ પર યોજાશે.
SRH vs RR: IPL 2023 ની ચોથી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. બંને ટીમો રવિવારે (2 એપ્રિલ) બપોરે 3.30 કલાકે આમને-સામને થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાનની ટીમની કમાન સંજુ સેમસનના હાથમાં હશે, જ્યારે ભુવનેશ્વર કુમાર સનરાઇઝર્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. વાસ્તવમાં, સનરાઇઝર્સનો કેપ્ટન એડન માર્કરામ પ્રથમ મેચ માટે ઉપલબ્ધ નથી.
ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું?
મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે. તમે આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ વિવિધ ભાષાઓમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર જોઈ શકો છો. તે જ સમયે, આ મેચને Jio સિનેમા એપ્લિકેશન અને વેબસાઇટ પર મફતમાં સ્ટ્રીમ કરી શકો છો.
બેટ્સમેન માર્કરામની ગેરહાજરીને કારણે SRH ચોક્કસપણે થોડી નબળી પડશે, પરંતુ તેમ છતાં આ ટીમ પાસે સારા વિકલ્પો છે. માર્કરામના સ્થાને SRH ટીમ કિવી વિકેટકીપર બેટ્સમેન ગ્લેન ફિલિપ્સને તક આપી શકે છે. SRHનું ઝડપી બોલિંગ આક્રમણ આઈપીએલની બાકીની ટીમો કરતા વધુ મજબૂત છે. સ્પિનરોમાં પણ આ ટીમમાં આદિલ રાશિદ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓ છે. બેટિંગમાં પણ ટોપ ઓર્ડર મજબૂત છે. એકંદરે, SRHની ટીમ સંતુલિત છે.
આ પણ વાંચો
વિકાસ તો માત્ર મોંઘવારીનો જ થયો, રોજ વપરાતી વસ્તુઓના આટલા વધ્યા ભાવ
મેષ રાશિમાં 12 વર્ષ બાદ ગુરૂનું ગોચર, ચતુર્ગ્રહી યોગથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય
આજે તમારું ભાગ્ય સાથ આપશે કે નહિ, આજનો દિવસ કેવો જશે તે જાણીને બીજા કામ કરજો
બીજી તરફ રાજસ્થાન રોયલ્સ પણ ઘણી મજબૂત ટીમ છે. આ ટીમનો સ્પિન વિભાગ અન્ય ટીમોની સરખામણીમાં શાનદાર છે. બેટિંગમાં પણ તેના ટોપ-5 બેટ્સમેન મજબૂત છે. જોકે ટેલ બેટ્સમેન અને ફાસ્ટ બોલિંગ આક્રમણમાં થોડી નબળાઈ છે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સની સરખામણીમાં આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે.
કેવી છે હૈદરાબાદની પીચ?
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ સપાટ છે. એટલે કે અહીં બેટ્સમેનોને સારી મદદ મળી રહી છે. આવી સ્થિતિમાં, ટીમો ટોસ જીત્યા પછી પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે. અહીં રમાયેલી છેલ્લી બે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં માત્ર પાછળથી બેટિંગ કરનારી ટીમને જ સફળતા મળી છે.
કેવું રહેશે બંને ટીમોની પ્લેઈંગ-11?
SRH ના સંભવિત પ્લેઇંગ-11: મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), આદિલ રશીદ, ઉમરાન મલિક, ટી નટરાજન.
RR ના સંભવિત પ્લેઈંગ-11: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), શિમરોન હેટમાયર, રિયાન પરાગ, આર અશ્વિન, ઓબેદ મેકકોય, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ સેન.
આ પણ વાંચો
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, 3 PIની બદલી, SITની તપાસનો ધમધમાટ શરૂ
મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખ પટેલે ધ્યાન આપ્યું નથી,જામીન અરજી નામંજૂર
ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો! બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube