ચેન્નઈઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલ અને ઈંગ્લેન્ડના સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર મોઇન અલી પર ગુરૂવારે અહીં થનારી આઈપીએલના ખેલાડીઓની હરાજી દરમિયાન મોટી બોલી લાગવાની આશા છે. આઈપીએલના નવા સત્રનો પ્રારંભ એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે અને તેની નોકઆઉટ મેચનું આયોજન જૂનમાં થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ-19 મહામારીને કારણે આઈપીએલની પાછલી સીઝનનું આયોજન સંયુક્ત અરબ અમીરાતમાં કરાવવામાં આવ્યું હતું, પરંતુ હવે તેનું આયોજન ભારતમાં થવાનું છે, જેમાં બધાનું ધ્યાન બિગ હિટર અને ધીમી ગતિના બોલરો પર હશે, જેમાં મેક્સવેલ અને મોઇન અલી ફિટ બેસે છે. પરંતુ મેક્સવેલનો રેકોર્ડ આ ટૂર્નામેન્ટમાં એટલો સારો નથી. 


તો આ વખતે હરાજીમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર પર પણ લોકોની નજર રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ કે રાજસ્થાન રોયલ્સ તેને ખરીદી શકે છે. તો આ હરાજીમાં ડેવિડ મલાન, ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કાઇલ જેમિન્સન, એલેક્સ હેલ્સ, જેસન રોય પર પણ ધનવર્ષા થઈ શકે છે. 


આ પણ વાંચોઃ IPL auction 2021 : હરાજીમાં આ 5 વિદેશી ખેલાડીઓ પર રહેશે બધાની નજર, મળી શકે છે મોટી રકમ


અનકેપ્ડ ખેલાડી પણ ધૂમ મચાવવા તૈયારઃ અનકેપ્ડ (જેણે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી) ઘરેલૂ ખેલાડી જેમ કે કેરલના મુહમ્મદ અઝહરુદ્દીન, તમિલનાડુના શાહરૂખ ખાન, ઓલરાઉન્ડર આર સોનુ યાદવ, બરોડાના વિષ્ણુ સોલંકી અને બંગાળના આકાશ દીપને પણ સારી રકમ આપી ફ્રેન્ચાઇઝી તેને ટીમમાં સામેલ કરી શકે છે. આ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે. 


પ્રસારણઃ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર
સમયઃ બપોરે 3 કલાકથી
કુલ ટીમઃ 8


- મુંબઈ ઈન્ડિયન્સ


બેલેન્સ: રૂ .15.35 કરોડ


ખેલાડીઓ ઉપલબ્ધ: 07


વિદેશી ખેલાડીઓ માટે સ્થાન: 04


રિટેઇનઃ રોહિત શર્મા, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડો કોક, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રાહુલ ચાહર, ઈશાન કિશન, કૃણાલ પંડ્યા, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, મોસિન ખાન, આદિત્ય તારે, અનુકૂલ રોય, સૌરભ તિવારી, જયંત યાદવ, અલમોનપ્રીત સિંહ.


- રાજસ્થાન રોયલ્સ


બેલેન્સ: રૂ. 37.85 કરોડ


ખેલાડીઓ ઉપલબ્ધ: 09


વિદેશી ખેલાડીઓ માટે સ્થાન: 03
રિટેઇન ખેલાડીઓઃ સંજૂ સેમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, રાહુલ તેવતિયા, જયદેવ ઉનડકટ, યશસ્વી જાયસ્વાલ, મયંક માર્કેંડેય, કાર્તિક ત્યાગી, એન્ડ્રૂ ટાયે, અનુજ રાવત, ડેવિડ મિલર, રિયાન પરા, મહિપાલ લોમરોર, શ્રેયસ ગોપાલ, મનન વોહરા. 


આ પણ વાંચોઃ IPL 2021: આ છ ખેલાડીને લાગી શકે છે લોટરી, ગુરૂવારે આઈપીએલની હરાજી


- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર


બેલેન્સ: રૂ .35.40 કરોડ


ખેલાડીઓ ઉપલબ્ધ: 11


વિદેશી ખેલાડીઓ માટે સ્થાન: 03
રિટેઇન કરાયેલા ખેલાડી
વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, યુજવેન્દ્ર ચહલ, દેવદત્ત પડિક્કલ, વોશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, એડમ ઝમ્પા, શાહબાઝ અહેમદ, જોશ ફિલિપે, કેન રિચર્ડસન, પવન દેશપાંડે.


- સનરાઇઝર્સ હૈદરાબાદ


બેલેન્સ: રૂ .10.75 કરોડ


ખેલાડીઓ ઉપલબ્ધ: 03


વિદેશી ખેલાડીઓ માટેનું સ્થાન: 01


રિટેઇન ખેલાડીઓઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, અભિષેક શર્મા, બાસિલ થંપી, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, મનીષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કુલ, ખલીલ અહમદ, ટી નટરાજન, રિદ્ધિમાન સાહા, અબ્દુલ સમદ, મિશેલ માર્શ, પ્રિયમ ગર્ગ, વિરાટ સિંહ.


આ પણ વાંચોઃ IPL 2021: ઓછી પ્રાઇઝમાં ધમાલ મચાવશે આ સ્ટાર, Auction માં તૂટી પડશે ફ્રેન્ચાઇઝીઓ


- ચેન્નાઇ સુપરકિંગ્સ


બેલેન્સ: 19.90 કરોડ


ખેલાડીઓ ઉપલબ્ધ: 06


વિદેશી ખેલાડીઓ માટેનું સ્થાન: 01
 
રિટેઇનઃ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, સેમ કરન, ડ્વેન બ્રાવો, જોશ હેઝલવુડ, લુંગી એન્ગિડી, અંબાતી રાયડૂ, કર્ણ શર્મા, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, રુતુરાજ ગાયકવાડ, એન જગાદીશન, ઇમરાન તાહીર, દીપક ચાહર, કેએમ આસિફ, આર સાંઈ કિશોર.


- દિલ્હીની કેપિટલ્સ


બેલેન્સ: 13.40 કરોડ


ખેલાડીઓ ઉપલબ્ધ: 08


વિદેશી ખેલાડીઓ માટે સ્થાન: 03


રિટેઇન ખેલાડીઃ શિખર ધવન, કગિસો રબાડા, પૃથ્વી શો, અંજ્કિય રહાણે, રિષભ પંત, શ્રેયસ અય્યર, એનરિક નોર્ત્જે, માર્કસ સ્ટોયનિસ, શિમરોન હેટમાયર, અમિત મિશ્રા, ઈશાંત શર્મા, આર અશ્વિન, લલીત યાદવ, હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ, ડેનિયલ સેમ્સ, આવેશ ખાન, પ્રવિણ દુબે.


આ પણ વાંચોઃ IPL 2021: 'કિંગ્સ ઇલેવન પંજાબે' બદલ્યું પોતાનું નામ, સામે આવ્યું ટીમનું નવું નામ અને Logo


- પંજાબ કિંગ્સ


બેલેન્સ: 53.20 કરોડ


ખેલાડીઓ ઉપલબ્ધ: 09


વિદેશી ખેલાડીઓ માટે સ્થાન: 05


રિટેઇન થયેલા ખેલાડીઃ કેએલ રાહુલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, રવિ બિશ્નોઈ, પ્રભસીમરન સિંહ, દીપક હુડ્ડા, સરફરાઝ ખાન, અર્શદીપ સિંહ, મુરુગન અશ્વિન, દર્શન નલકંડે, ઇશાન પોરેલ અને હરપ્રીત બરાર. 


- કોલકાતા નાઈટ રાઇડર્સ


બેલેન્સ: રૂ .10.75 કરોડ


ખેલાડીઓ ઉપલબ્ધ: 08


વિદેશી ખેલાડીઓ માટેનું સ્થાન: 02


રિટેઇનઃ ઇયોન મોર્ગન, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતિશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, રિંકુ સિંહ, શિવમ માવી, શુભમન ગિલ, સુનીલ નરેન, રાહુલ ત્રિપાઠી, પેટ કમિન્સ, વરૂણ ચક્રવર્તી, અલી ખાન, ટિમ સેઇફર્ટ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube