IPL 2021: 'કિંગ્સ ઇલેવન પંજાબે' બદલ્યું પોતાનું નામ, સામે આવ્યું ટીમનું નવું નામ અને Logo
આઈપીએલની નવી સીઝનમાં પંજાબની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના સ્થાને પંજાબ કિંગ્સ (Punjab kings) ની સાથે ઉતરવાની છે. સોશિયલ મીડિયા પર ટીમનો નવો લોકો વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 14) ની 14મી સીઝન પહેલા કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે પોતાનું નામ બદલ્યું છે. બુધવારે ટીમ પોતાનો નવો લોગો જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર ટીમનો નવો લોગો ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. સોમવારે કિંગ્સ ઇલેવન પંજાબે તે વાતની જાહેરાત કરી હતી કે નવી સીઝનમાં ટીમ નવા નામની સાથે રમવા ઉતરશે.
આઈપીએલની નવી સીઝનમાં પંજાબની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના સ્થાને પંજાબ કિંગ્સ (Punjab kings) ની સાથે ઉતરવાની છે. સોશિયલ મીડિયા પર ટીમનો નવો લોકો વાયરલ થઈ રહ્યો છે. જાણકારી પ્રમાણે આ ટીમનો નવો લોગો હશે. પરંતુ હજુ સુધી ટીમના સત્તાવાર એકાઉન્ટ પર તેને રિલીઝ કરવામાં આવ્યો નથી અને ન તો ઈન્ડિયન પ્રીમિયર લીગે તેને જારી કર્યો છે.
THIS IS OUR LAST TWEET!
Thank you @Twitter and Sadde fans! ♥️#SaddaPunjab
— Punjab Kings (@PunjabKingsIPL) February 17, 2021
કિંગ્સ ઇલેવન પંજાબના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર બુધવારે એક ટ્વીટ કરવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું કે આ અમારૂ છેલ્લું ટ્વીટ છે, થેંક્યૂ ટ્વિટર અને સાડ્ડે ફેન.
The new logo of Punjab Kings #IPLAuction #IPL2021 pic.twitter.com/Yv58V3nJq1
— K I R A N 🇮🇳 (@Kiran_reddy_k) February 17, 2021
પંજાબની ટીમ ટૂર્નામેન્ટની તે ત્રણ ટીમોમાં સામેલ છે જેણે અત્યાર સુધી આ ટાઇટલ જીત્યું નથી. રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સની ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટ જીતી શકી નથી.
Here is the logo #Punjabkings #IPL2021 pic.twitter.com/XeJZhHACvG
— Dileep Kumaar 💙 42 (@DileepVenky) February 17, 2021
દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સની ટીમ પણ પોતાનો લોગો બદલી ચુકી છે. હવે નવા લોગોની સાથે ઉતરનારી પંજાબ નવી ટીમ બની ગઈ છે.
New logo of Punjab Kings. #IPL2021 #KingsXIPunjab #PunjabKings pic.twitter.com/I6T2MzCIsd
— Subhayan Chakraborty (@CricSubhayan) February 17, 2021
કેટલાક ફેને ટ્વિટર પર પંજાબ કિંગ્સ નામથી એક ટ્વીટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં ટીમનો નવો લોગો છે. સતત આ લોગોને ટ્વીટ કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે