ચેન્નાઈ: ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ગઇકાલે ગુરૂવારના યોજાનાર IPL હરાજી પહેલા વિરાટ કહોલીની કેપ્ટનશીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમને સલાહ આપતા કહ્યું કે, તેણે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) જેવા વિસ્ફોટક ખેલાડીને ખરીદવા જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RCB માટે સારો છે મેક્સવેલ
ગૌતમ ગંભીરનું (Gautam Gambhir) માનવું છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને (RCB) બેટિંગમાં વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ પર દબાણ ઓછુ કરવા માટે ગુરૂવારના યોજાનાર હરાજીમાં ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ જેવી કોઈ ખેલાડીને ટીમમાં રાખવો જોઇએ. ટી-20 ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ તે 292 ખેલાડીઓમાં સામેલ છે, જેમને આઇપીએલ નીલામીમાં શામેલ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- ENG vs IND: ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20 અને વનડે સિરીઝમાં જસપ્રીત બુમરાહને મળી શકે છે આરામ


કહોલીએ કરવું જોઇએ ઓપનિંગ
ગંભીરે કહ્યું કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફ્રેન્ચાઈઝી ગ્લેન મેક્સવેલ જેવા કોઈ ખેલાડીને રાખવો જોઇએ, કેમ કે, તેને વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ પર દબાણ ઘટાડવું પડશે. ટીમ કોમ્બિનેશનને જોતા કહોલીએ ઓપનિંગ બેટિંગ કરવું જોઇએ, જો કે, આ ટીમ મેનેજમેન્ટ અને કપ્ટન પર નિર્ભર કરે છે.


આ પણ વાંચો:- કેવિન પીટરસને હિન્દીમાં ટ્વીટ કરી ભારતને આપી શુભેચ્છા, ઈંગ્લેન્ડને ગણાવી 'B' ટીમ


મેક્સવેલ 'એક્સ ફેક્ટર' ખેલાડી
ગંભીરે સ્ટાર સ્પોર્ટના શોમાં કહ્યું, હા, કોહલીનું ઇનિંગમાં ઓપનિંગ કરવું સારુ રહેશે. તે દેવદત્ત પડ્ડિકલની સાથે ઇનિંગની શરૂઆત કરે અને ત્યારબાદ તેની પાસે એબી ડિવિલિયર્સ છે. તમે મેક્સવેલ જેવા એક્સ ફેક્ટર ઇચ્છશો અને ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર તે પ્રભાવ છોડી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube