કોલકત્તા : ઇન્ડિય પ્રીમિયર લીગ (Indian Premier League) આઇપીએલ (IPL) આગામી સિઝન માટે ગુરૂવારને આજે હરાજી (IPL AUCTION) થશે. જેમાં 8 ફ્રેન્ચાઇઝી કુલ 332 ખેલાડીઓ પર દાવ લગાવશે. જેમાંથી 186 ખેલાડીઓ ભારતીય અને 143 ખેલાડીઓ વિદેશી છે. ત્રણ ખેલાડી એસોશિએટ સભ્યો છે. આ 332 ખેલાડી રજીસ્ટ્રેશન કરાયેલા 997 ખેલાડીઓમાં પસંદ કરવામાં આવ્યા છે. જો ફ્રેન્ચાઇઝી પાસે હાલમાં રકમની વાત કરીએ તો કિંગ્સ ઇલેવન પંજાબ, કોલકત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ મોટી રકમ લઇને હરાજીમાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2020 માટે 332 ખેલાડીમાંથી માત્ર 73 ખેલાડીઓ પર જ બોલી લગાવવામાં આવશે. કારણ કે તમામ આઠ ટીમોમાં આટલી જ જગ્યા ખાલી છે. કિંગ્સ ઇલેવન પંજાબ પાસે 42.70 કરોડ રૂપિયા છે. જે લઇને તે હરાજીમાં આવશે. આ રકમથી તે પોતાની ટીમમાં રહેલી ખાલી જગ્યા ભરવા પ્રયાસ કરશે. 


IPL Auction 2020 : પેટ કમિન્સ પ્રથમ સેટનો સૌથી મોંઘો ખેલાડી, KKRએ 15.50 કરોડમાં ખરીદ્યો


આ વખતે હરાજીમાં અનકેપ્ડ અને કેપ્ડ ખેલાડી માટે જુદી-જુદી બેઝ પ્રાઈઝ રાખવામાં આવી છે. અનકેપ્ડ એ ખેલાડી કહેવાય છે જેણે પોતાના દેશ તરફથી ક્રિકેટના એક પણ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી ન હોય. અનકેપ્ડ ખેલાડીઓ માટે રૂ.20 લાખ, રૂ.30 લાખ અને રૂ.40 લાખની ત્રણ નવી કેટેગરી બનાવાઈ છે. અગાઉ આ રૂ.10 લાખ, રૂ.20 લાખ અને રૂ.30 લાખ હતી. અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં રૂ.20 લાખની શ્રેણીમાં 183 ખેલાડી, રૂ.40 લાખની શ્રેણીમાં 7 ખેલાડી અને રૂ.30 લાખની શ્રેણીમાં 8 ખેલાડીનો સમાવેશ થાય છે. 


જે ખેલાડીએ ટેસ્ટ, વન ડે કે ટી2- કોઈ પણ એક ફોર્મેટમાં પોતાના દેશની ટીમ માટે રમ્યો હોય તેને કેપ્ડ શ્રેણીમાં મુકવામાં આવે છે.  કેપ્ડ ખેલાડીઓ માટે 5 બેઝ પ્રાઈસ રાખવામાં આવી છે. જેમાં રૂ.50 લાખ, રૂ.75 લાખ, રૂ.1 કરોડ, રૂ.1.5 કરોડ અને રૂ.2 કરોડ છે. 


IPL Auction: આઇપીએલ 2020 મેક્સવેલ પર લાગી શકે છે સૌથી મોટી બોલી, કીવી બોલરો પર લાગશે મોટો દાવ


IPL 2020 માટે ખેલાડીઓની હરાજીનું બીજુ્ં સેશન શરૂ....


  • વિનય કુમારમાં કોઈ ફ્રેન્ચાઈઝી રસ દેખાડ્યો નહીં. 

  • ઉસુરુ ઉદાનાને RCBએ 50 લાખમાં ખરીદ્યો. 

  • ટોમ કરનને રાજસ્થાને 1 કરોડમાં ખરીદ્યો. 

  • નિખિલ નાઈકને KKRએ 20 લાખમાં ખરીદ્યો. 

  • લલિત યાદવને દિલ્હીએ 20 લાખમાં ખરીદ્યો. 

  • શાહબાઝ અહેમદને RCBએ 20 લાખમાં ખરીદ્યો. 


 


  • એન્ડ્રૂ ટાયને રાજસ્થાને 1 કરોડમાં ખરીદ્યો. 

  • ડેલ સ્ટેનને RCBએ 2 કરોડમાં ખરીદ્યો. 

  • માર્ક વૂડ વેચાયો નહીં. 

  • માર્કન સ્ટોયનિસને દિલ્હીએ રૂ.4.80 કરોડમાં ખરીદ્યો. 

  • બેન કટિંગ અને કોલિન મનરોમાં કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ રસ દાખવ્યો નહીં. UNSOLD...

  • સાઈ. કિશોરને સીએસકેએ 20 લાખમાં ખરીદ્યો. 

  • તુષાર દેશપાંડેને દિલ્હીએ 20 લાખમાં ખરીદ્યો. 

  • પ્રભસિમરન સિંહને પંજાબે 55 લાખમાં ખરીદ્યો. 


 


  • કે.એસ. ભરત પણ વેચાયો નહીં. 

  • પવન દેશપાંડેને RCBએ 20 લાખમાં ખરીદ્યો. 

  • રોહન કદમ, ડેનિયલ સેમ્સ અને શાહરૂખ ખાન બીજા સેશનમાં પણ વેચાયા નહીં.  UNSOLD....

  • એન્ડ્રૂ ટાય અને ડેલ સ્ટેનમાં એકપણ ફ્રેન્ચાઈઝીએ રસ દાખવ્યો નહીં.  UNSOLD.....

  • મોહિત શર્માને દિલ્હીએ રૂ.50 લાખમાં ખરીદ્યો. 

  • કોલિન ડી ગ્રોન્હોમ અને કુસલ પરેરા વેચાયા નહીં. 

  • સંજય યાદવને હૈદરાબાદે 20 લાખમાં ખરીદ્યો. 

  • પ્રિન્સ બલવંત રાય સિંહને મુંબઈએ 20 લાખમાં ખરીદ્યો. 

  • દિગ્વિજય દેશમુખને મુંબઈએ 20 લાખમાં ખરીદ્યો. 


 


  • અનિરુદ્ધ જોશીને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યો. 

  • નેથન એલિસ, જ્યોર્જ ગાર્ડન, વૈભવ અરોડા, સૌરભ દુબે અને કેસરિક વિલિયમ્સ વેચાયા નહીં. UNSOLD....

  • અબ્દુલ સમદને હૈદરાબાદે 20 લાખમાં ખરીદ્યો. 

  • સુજિત નાયક વેચાયો નહીં. 

  • તજિંદર ઢિલ્લોંને પંજાબે રૂ.20 લાખમાં ખરીદ્યો. 

  • જેમ્સ પીટરસન, યુદ્ધવીર ચરક અને લિયમ પ્લન્કેટને કોઈ ખરીદાર મળ્યું નહીં. UNSOLD....

  • પ્રવીણ તાંબેને KKRએ રૂ.20 લાખમાં ખરીદ્યો. 

  • સુમિત કુમાર, કુલદીપ સેન અને આર્યન જુયાલ વેચાયા નહીં. UNSOLD.....

  • ઓશન થોમસને 50 લાખમાં રાજસ્થાને ખરીદ્યો.

  • કેન રિચર્ડ્સનને RCBએ 4 કરોડમાં ખરીદ્યો.


 


  • ઉસુરુ ઉદાના, મેટ હેનરી અને શોન એબોટ વેચાયા નહીં. 

  • ક્રિસ જોર્ડનને પંજાબે 3 કરોડમાં ખરીદ્યો 

  • જેસન હોલ્ડરને ખરીદના કોઈ ન મળ્યું. 

  • ફેબિયન એલનને હૈદરાબાદા 50 લાખમાં ખરીદ્યો. 

  • ટોમ બેનટનને 1 કરોડમાં કેકેઆરએ ખરીદ્યો

  • મોહસિન ખાનને 20 લાખમાં મુંબઈએ ખરીદ્યો. 

  • જોશુઆ ફિલિપને આરસીબીએ 20 લાખમાં ખરીદ્યો. 

  • ક્રિસ ગ્રીનને કેકેઆરએ 20 લાખમાં ખરીદ્યો. 

  • આયુષ બદોની, પ્રવીણ દુબે, શમ્સ મુલાની, શાહબાઝ અહેમદ, નિખિલ નાઈક, રાહુલ શુક્લા, ટોમ કરન અને સંદીપ બાવંકાને કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યા નહીં. UNSOLD....


IPL 2020 Auction : પ્રથમ સેશનમાં પેટ કમિન્સ, મેક્સવેલ, મોરીસ, શેલ્ડન કોટરેલ, નાથન કોલ્ટરને લાગી લોટરી


કઈ ટીમ પાસે કેટલા પૈસા અને કેટલા ખેલાડીનું સ્થાન....


ટીમ  પર્સ(રકમ રૂપિયામાં)  ખેલાડીની જગ્યા
 ચેન્નઈ સુપર કિંગ્સ  14.60 કરોડ     5 (2 વિદેશી ખેલાડી સાથે)  
 દિલ્હી કેપિટલ્સ  27.85 કરોડ.  11 (5 વિદેશી ખેલાડી સાથે)
 કિંગ્સ ઈલેવન પંજાબ  42.70 કરોડ   9  (4 વિદેશી ખેલાડી સાથે)
 કોલકાતા નાઈટ રાઈડર્સ       35.65 કરોડ  11 (4 વિદેશી ખેલાડી સાથે)
 મુંબઈ ઈન્ડિયન્સ  13.05 કરોડ   7 (2 વિદેશી ખેલાડી સાથે)
 રાજસ્થાન રોયલ્સ  28.90 કરોડ  11 (4 વિદેશી ખેલાડી સાથે)
 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ    27.90 કરોડ  12 (6 વિદેશી ખેલાડી સાથે)
 સનરાઈઝર્સ હૈદરાબાદ  17.00 કરોડ   7 (2 વિદેશી ખેલાડી સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....


..