RCB સામે જોની બેરસ્ટોની તોફાની બેટિંગ, આક્રમક ઈનિંગ્સ રમીને બનાવ્યો રેકોર્ડ
જોની બેરસ્ટોને આઈપીએલ 2022ની મેગા હરાજીમાં પંજાબ કિંગ્સે 6.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બેરસ્ટો આઈપીએલની છેલ્લી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. આ વખતે તેનું બેટ શાંત રહ્યું હતું. પરંતુ આરસીબી સામે તેણે આક્રમક ઈનિંગ્સ રમીને પોતાનો અંદાજ બતાવ્યો
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શુક્રવારે પંજાબ કિંગ્સના બેટ્સમેન જોની બેરસ્ટોનો જલવો જોવા મળ્યો. બેરસ્ટોને રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરના બોલરોની ધોલાઈ કરતાં ધોળા દિવસે તારા બતાવ્યા હતા. બેરસ્ટોએ સિઝનમાં પહેલીવાર શાનદાર બેટિંગ કરતાં માત્ર 21 બોલમાં 6 સિક્સ અને ત્રણ ચોક્કાની મદદથી 50 રન ફટકારી દીધા. ઈંગ્લીશ બેટ્સમેન જોની બેરસ્ટોની આઈપીએલ કારકિર્દીમાં આ સૌથી ઝડપી અર્ધસદી છે.જોની બેરસ્ટોએ પોતાની ઈનિંગ્સ દરમિયાન 29 બોલમાં 66 રન બનાવ્યા. જેમાં તેણે સાત સિક્સ અને ચાર ફોર લગાવી.
ધવનની સાથે તોફાની ઈનિંગ્સ રમી
બેરસ્ટોએ પોતાની તોફાની બેટિંગ દરમિયાન શિખર ધવનની સાથે 5 ઓવરમાં 60 રનની ઓપનિંગ ભાગીદારી કરી. ધવને પણ મેક્સવેલના બોલ પર બોલ્ડ થતાં પહેલાં 21 રનનું યોગદાન આપ્યું. પંજાબ કિંગ્સે પાવર પ્લેમાં એક વિકેટ ગુમાવીને કુલ 83 રન બનાવ્યા. જેમાં 59 રન તો બેરસ્ટોના બેટમાંથી નીકળ્યા હતા. પાવર પ્લેમાં કોઈ બેટ્સમેનનો આ પાંચમો સૌથી મોટો સ્કોર હતો.
આ વસ્તુને તમારા ડાયટમાં કરો સામેલ, વજન પણ ઘટશે અને કોલેસ્ટ્રોલ લેવલ રહેશે કંટ્રોલમાં
પાવર પ્લેમાં હાઈએસ્ટ સ્કોર
1. સુરેશ રૈના વર્સિસ પંજાબ કિંગ્સ - 87 રન
2. એડમ ગિલિક્રિસ્ટ વર્સિસ દિલ્લી ડેરડેવિલ્સ - 74 રન
3. ઈશાન કિશન વર્સિસ સનરાઈઝર્સ હૈદરાબાદ - 63 રન
4. ડેવિડ વોર્નર વર્સિસ કોલકાતા નાઈટ રાઈડર્સ - 62 રન
5. જોની બેરસ્ટો વર્સિસ રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ - 59 રન
સોહેલ અન સીમાનું લગ્ન જીવન અંતના આરે, 24 વર્ષ બાદ આ કારણથી તૂટી રહ્યો છે સંબંધ
મોટી કિંમતમાં વેચાયો હતો બેરસ્ટો
આઈપીએલ 2022ની હરાજીમાં જોની બેરસ્ટોને પંજાબ કિંગ્સે 6.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બેરસ્ટો આઈપીએલની છેલ્લી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. જોની બેરસ્ટોએ અત્યાર સુધી કુલ 37 આઈપીએલ મેચમાં 37.58ની એવરેજથી 1240 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 9 અર્ધસદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 114 રન રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube