Weight Loss Food: આ વસ્તુને તમારા ડાયટમાં કરો સામેલ, વજન પણ ઘટશે અને કોલેસ્ટ્રોલ લેવલ રહેશે કંટ્રોલમાં

Weight Loss Tips: જામફળ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. કેમ કે, તે ડાયજેશન અને અન્ય ઘણી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જામફળના પાન પણ સ્વાસ્થય માટે ફાયદાકારક છે

Weight Loss Food: આ વસ્તુને તમારા ડાયટમાં કરો સામેલ, વજન પણ ઘટશે અને કોલેસ્ટ્રોલ લેવલ રહેશે કંટ્રોલમાં

Guava Leaves Benefits: આજના યુવાનો જ નહીં મોટાભાગના લોકો પોતાને ફિટ રાખવા અને વેઇટ લોસ કરવા માટે એક્સરસાઈઝ અને ઘણા પ્રકારના ડાયટ ફોલો કરે છે. એવામાં આજે અમે તમને એક એવા ફળના પાન વિશે જણાવી રહ્યા છીએ જેને તમારા ડાયટમાં સામેલ કરવાથી વજન ઘટાડવામાં મદદગાર સાબિત તો થશે જ પરંતુ આ સાથે અન્ય ફાયદા પણ થશે.

જામફળ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. કેમ કે, તે ડાયજેશન અને અન્ય ઘણી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જામફળના પાન પણ સ્વાસ્થય માટે ફાયદાકારક છે અને તેને ખાસ રીતથી ખાવામાં આવી શકે છે. જામફળના પાનમાં ઘણા ઔષધીય ગુણ જોવા મળે છે. જે તમારા શરીરને ફાયદો પહોંચાડી શકે છે. આવો નજર કરીએ આ પત્તાના ફાયદા વિશે અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.

1. ડાયાબિટીઝમાં ફાયદાકારક
જામફળના પાનથી તૈયાર કરવામાં આવેલી ચા અલ્ફા-ગ્લૂકોસાઈડેઝ એન્ઝાઈમ એક્ટિવિટીને ઘટાડી ડાયબિટીઝના દર્દીઓમાં બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે. આ માટે લગભગ 3 મહિના સુધી દરરોજ જામફળના પાનની ચા પીવો.

2. કોલેસ્ટ્રોલ લેવલ ઘટશે
વધારે ઓઈલી ફૂડ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે. તેના માટે તમે જામફળના પાનની ચા બનાવી પીવાનું શરૂ કરી શકો છો. આ થોડા સમય સુધી કરશો તો એલડીએલમાં ઘટાડો થશે.

3. વજન ઘટાડવામાં મદદગાર
કોમ્પ્લેક્સ સ્ટાર્ચ જ્યારે શુગરમાં કન્વર્ટ થાય છે તો વજન વધવા લાગે છે. જામફળના પાન આ પ્રક્રિયાને રોકવામાં મદદ કરે છે. જેના કારણે વજન ઘટવા લાગે છે. સાથે જ આ પાનમાં કાર્બોહાઈડ્રેટને ઘટાડવાની તાકાત રહેલી છે. આ કારણ છે કે તેને ખાવાથી સ્થુળતા દૂર થઈ શકે છે.

4. વાળ માટે બેસ્ટ
જામફળના પાનમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. તેનાથી વાળનો ગ્રોથ સારો થયા છે. જામફળના પાનને ક્રશ કરી જો વાળ પર લગાવશો તો વાળ સિલ્કી અને ચમકદાર થઈ જશે.

5. ઝાડાથી મેળવો છૂટકારો
ઝાડાની સમસ્યામાં જામફળના પાન ઘણા મદદગાર સાબિત થઈ શકે છે. એક ગ્લાસ પાણીમાં અડધો કપ ચોખાના લોટ સાથે જામફળના પાનને ઉકાળી લો અને એક દિવસમાં 2 વખત પીવાથી પેટની સમસ્યા દૂર થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news