Today IPL 2023, KKR vs GT: આજે કોલકાતા અને ગુજરાત વચ્ચે કાંટાની ટક્કર, જાણો મેચ સંબંધિત તમામ માહિતી
Today IPL 2023, KKR vs GT: આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માં 2 મેચો રમાશે. દિવસની પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.
Today IPL 2023, KKR vs GT: આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માં 2 મેચો રમાશે. દિવસની પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.
ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ આજે (29 એપ્રિલ) ઇડન ગાર્ડન્સના મેદાનમાં આમને-સામને થશે. આ સિઝનમાં KKRના હોમ ગ્રાઉન્ડ પર ભારે રનોનો વરસાદ થઈ રહ્યો છે. આજની મેચમાં પણ પરિસ્થિતિ કંઇક અલગ હોવાની અપેક્ષા નથી, જેનો અર્થ છે કે ગુજરાત-કોલકાતા મેચ હાઇ સ્કોરિંગ મેચ બની શકે છે.
આ પણ વાંચો:
અમદાવાદમાં મોડી રાતથી વીજળીના કડાકા-ભડાકાં સાથે વરસાદ
કોંગ્રેસમાં કોણ છે જે PM મોદીને આપી શકે છે ટક્કર? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
રાણકી વાવમાં યુવાનો પર વીજળી પડતાં મોત, નંદાસણમાં ચબુતરા પર વીજળી પડતા કબૂતરના મોત
આઈપીએલ 2023માં અત્યાર સુધીમાં ઈડન ગાર્ડન્સમાં ત્રણ મેચ રમાઈ છે. આ ત્રણ મેચની 6 ઇનિંગ્સમાં 4 વખત 200+ સ્કોર બનાવ્યા છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર 222 રહ્યો છે. આ ત્રણેય મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી છે. કદાચ આજે પણ પીચ પર બેટ્સમેનોને વધુ મદદ મળશે. અમુક અંશે સ્પિનરો માટે પણ તકો હશે. ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
KKR હોમ ગ્રાઉન્ડ પર જીતવા માંગશે
કોલકાતા નાઈટ રાઈડર્સે આ સિઝનમાં પોતાના હોમ ગ્રાઉન્ડ 'ઈડન ગાર્ડન્સ' પર એક મેચ જીતી છે અને બે મેચ હારી છે. KKRએ અહીં આ સિઝનની પ્રથમ મેચમાં RCBને હરાવ્યું હતું, ત્યારબાદ તેમને SRH અને CSKના હાથે એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આજની મેચમાં તે ફરીથી જીત સાથે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પરત ફરવા માંગશે. KKR આ સિઝનમાં તેની 8 મેચમાંથી 5 હાર્યું છે.
GT દબાણ વગર મેદાનમાં પ્રવેશ કરશે
ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં વિજેતાની જેમ રમી રહી છે. આ ટીમે તેની 7 મેચમાંથી 5માં જીત મેળવી છે. તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જીતના પાટા પર હોવાથી આ ટીમ કોઈપણ દબાણ વગર આજની મેચમાં ઉતરશે.
આ પણ વાંચો:
Shani Mantra: શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ માટે કરો આ મંત્રોનો જાપ
રાશિફળ 29 એપ્રિલ: આ રાશિના જાતકો પર શનિદેવ પોતાની કૃપા વરસાવશે, આકસ્મિક ધનલાભના યોગ
અમદાવાદના સીજી રોડ પર 50 લાખની દિલધડક લૂંટ, જાણો સુપર મોલ પાસે શું બની સમગ્ર ઘટના
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube