અમદાવાદના સીજી રોડ પર 50 લાખની દિલધડક લૂંટ, જાણો સુપર મોલ પાસે શું બની સમગ્ર ઘટના

થોડા દિવસ અગાઉ અખબારનગર વિસ્તામાં પણ આવી જ એક લૂંટની ઘટના નોંધાઈ હતી. જેમાં પટેલ અમૃત કાન્તિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક ઉપર આવેલા લૂંટારૂઓ આંગડિયા પેઢીના કર્મી પાસેથી બેગ ઝુંટવી ફરાર થઈ ગયા હતા.
અમદાવાદના સીજી રોડ પર 50 લાખની દિલધડક લૂંટ, જાણો સુપર મોલ પાસે શું બની સમગ્ર ઘટના

મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં અનેકવાર લૂંટની અનેક દિલઘડક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે અમદાવાદના સીજી રોડ પર સુપર મોલ નજીક ધોળા દિવસે 50 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. આંગડિયા પેઢીના કર્ચચારી પાસેથી 50 લાખની દિલધડક લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. એક્ટિવા પર જઈ રહેલા કર્મચારીની પાછળ બાઈક પર આવેલા શખ્સો લૂંટ કરી ફરાર થઈ ગયા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સીજી રોડ પર આર. અશોક આંગડિયા પેઢીનો કર્મચારી એક્ટિવા પર જઈ રહ્યો હતો, ત્યારે કર્મચારી પાસે 50 લાખ જેટલી રકમ હતી. આ કર્મચારી એક્ટિવા લઈને સીજી રોડ પર સુપર મોલ નજીક પહોંચ્યો હતો ત્યારે તેની સાથે બાઈક પર આવેલા શખ્સો લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ અખબારનગર વિસ્તામાં પણ આવી જ એક લૂંટની ઘટના નોંધાઈ હતી. જેમાં પટેલ અમૃત કાન્તિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક ઉપર આવેલા લૂંટારૂઓ આંગડિયા પેઢીના કર્મી પાસેથી બેગ ઝુંટવી ફરાર થઈ ગયા હતા. લૂંટાયેલ કર્મચારી આંગડીયા પેઢીનો કર્મચારી હતો. બેગમાં રોકડ રકડ સહિત રૂ.25 લાખનો મુદ્દામાલ હોવાનું હાલ જાણવા મળ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news