CVoter Latest Survey: કોંગ્રેસમાં કોણ છે જે PM મોદીને આપી શકે છે ટક્કર? સર્વેમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

CVoter Survey On Lok Sabha Election 2024: પીએમ મોદી પર વિવાદિત નિવેદનના કારણે કોર્ટથી સજા પામ્યા બાદ રાહુલ ગાંધી પોતાની લોકસભા સદસ્યતા પણ ગુમાવી ચૂક્યા છે. આવામાં ગાંધી પરિવારની સાથે જ કોંગ્રેસના રાજકીય ભવિષ્ય ઉપર પણ સવાલ ઊભો થયો છે. હાલ રાહુલ ગાંધી આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી ચૂક્યા છે જેની 29 એપ્રિલના રોજ સુનાવણી થશે. પરંતુ જો તેમને રાહત ન મળી તો શું થશે.

CVoter Latest Survey: કોંગ્રેસમાં કોણ છે જે PM મોદીને આપી શકે છે ટક્કર? સર્વેમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

CVoter Survey On Lok Sabha Election 2024: પીએમ મોદી પર વિવાદિત નિવેદનના કારણે કોર્ટથી સજા પામ્યા બાદ રાહુલ ગાંધી પોતાની લોકસભા સદસ્યતા પણ ગુમાવી ચૂક્યા છે. આવામાં ગાંધી પરિવારની સાથે જ કોંગ્રેસના રાજકીય ભવિષ્ય ઉપર પણ સવાલ ઊભો થયો છે. હાલ રાહુલ ગાંધી આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી ચૂક્યા છે જેની 29 એપ્રિલના રોજ સુનાવણી થશે. પરંતુ જો તેમને રાહત ન મળી તો શું થશે. તો પછી પ્રધાનમંત્રીના ચહેરા માટે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને પ્રોજેક્ટ કરીને આગળ વધવું જોઈએ? આ મુદ્દા પર સી વોટરે સર્વે કરીને જનતાનો મત જાણ્યો. જેમાં અનેક રસપ્રદ પરિણામ આવ્યા. 

સર્વેમાં 4890 લોકોએ  લીધો ભાગ
સી વોટરના ઓલ ઈન્ડિયા ત્વરિત સર્વેમાં 4890 લોકો સાથે વાત કરીને તેમનો મત લેવાયો. દાવો છે કે આ સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3થી 5 ટકા રહ્યો. સર્વેમાં ચોંકાવનારી વાતો સામે આવી છે. હવે લોકો રાહુલ ગાંધીની જગ્યાએ તેમના નાના બહેન પ્રિયંકા ગાંધીને પીએમ પદ માટે વધુ સારા ઉમેદવાર માની રહ્યા છે. આ સર્વેમાં 43 ટકા લોકોએ એ વાત પર સહમતી વ્યક્ત કરી કે કોંગ્રેસે હવે પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં આગળ વધવું જોઈએ. 

31 ટકા લોકોએ નકારી દાવેદારી
સર્વેમાં 31 ટકા લોકોએ પ્રિયંકા ગાંધીની દાવેદારી નકારી છે. એટલે કે તેઓ રાહુલ ગાંધીની સરખામણીમાં પ્રિયંકા ગાંધીની દાવેદારીને વધુ સારી માનતા નથી. જ્યારે 26 ટકા લોકોએ કોઈ સ્પષ્ટ મત આપવાનો ઈન્કાર કર્યો. 

સ્ત્રોત- સી વોટર
હાં- 43 ટકા
ના- 31 ટકા
ખબર નથી- 26 ટકા

સવાલથી બચી રહ્યા છે રાહુલ ગાંધી
અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધી સહિત ખુદ કોંગ્રેસ પીએમ પદની દાવેદારીને લઈને અસમંજસમાં રહી છે. રાહુલ ગાંધીને જ્યારે અનેક વખત પીએમ પદની દાવેદારી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓ આ મુદ્દે બચતા જોવા મળ્યા. ગત મહિને  બ્રિટનના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીને જ્યારે આગામી વર્ષની લોકસભા ચૂંટણીમાં પીએમની દાવેદારી અંગે પ્રશ્ન પૂછાયો તો તેમણે સ્પષ્ટ બચતા કહ્યું કે આ ચર્ચાનો વિષય નથી. હાલ વિપક્ષનો સૌથી મોટો મુદ્દો દેશમાં ભાજપ અને આરએસએસને હરાવવાનો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news