લિયોનલ મેસી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ, આર્જેન્ટીના માટે રમી શકશે નહીં
આર્જેન્ટીનાના સુપરસ્ટાર લિયોનલ મેસી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મેસી પર કોપા અમેરિકા કપ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ લગાવવાને કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આસુનસિઓનઃ ફુટબોલની સંસ્થા CONMEBOLએ આર્જેન્ટીનાના સ્ટાર ફુટબોલર લિયોનલ મેસીને આંતરરાષ્ટ્રીય ફુટબોલથી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. મેસીએ હાલમાં સમાપ્ત થયેલા કોપા અમેરિકા કપ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ લગાવવાને કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. દક્ષિણ અમેરિકી ફુટબોલ નિયંત્રણ સંસ્થાએ આ સાથે શુક્રવારે મેસી પર 50 હજાર અમેરિકન ડોલરનો દંડ પણ ફટકાર્યો છે. આ દંડ તેના પર આર્જેન્ટીનાની ચિલી પર 2-1થી જીત બાદ કરવામાં આવેલી ટિપ્પણીને કારણે ફટકારવામાં આવ્યો છે.
મેસી અને આર્જેન્ટીના આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી શકે છે. આ પ્રતિબંધને કારણે મેસી આ વર્ષે ચાર મૈત્રી મુકાબલો રમી શકશે નહીં. 32 વર્ષીય મેસી આર્જેન્ટીનાનો સપ્ટેમ્બર અને મેક્સિકો વિરુદ્ધ રમાનારી મેચ અને ઓક્ટોબરમાં જર્મની અને એક અન્ય ટીમ જેની પસંદગી હજુ બાકી છે જેની વિરુદ્ધ રમી શકશે નહીં. મેસી અને આર્જેન્ટીના ફુટબોલ સંઘ બંન્ને તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. મેસી ચિલી વિરુદ્ધ રમાયેલા મુકાબલામાં મળેલા રેડ કાર્ડને કારણે માર્ચમાં સાઉથ અમેરિકી વિશ્વ કપ ક્વોલિફાયર્સના પ્રથમ મુકાબલામાં રમી શક્યો નહતો.
IND vs WI: વર્લ્ડ કપ હાર બાદ આજે પ્રથમ જીત માટે ઉતરશે ટીમ ઈન્ડિયા
મેસીને પોતાના કરિયરમાં માત્ર બીજીવાર આ પ્રકારનો સામનો કરવો પડ્યો છે. ચિલી વિરુદ્ધ મુકાબલામાં તેણે મિડફીલ્ડર ગૈરી મેડલની સાથે ઝગડવા બાદ મેદાનથી બહાર મોકલવામાં આવ્યો હતો. મેસીએ વિરોધ સ્વરૂપ મેડલ સેરેમનીમાં ભાગ લીધો નહતો. તેણે કહ્યું હતું, આ ભ્રષ્ટાચારનો ભાગ લેવા ઈચ્છતો નથી. તેણે કહ્યું કે, ટૂર્નામેન્ટમાં યજમાન બ્રાઝીલનું જીતવું નક્કી હતું. મેસીએ પહેલા જ કોપા અમેરિકાના રેફરીંગ વિરુદ્ધ અપીલ કરી રાખી હતી. તેણે બ્રાઝીલ વિરુદ્ધ આર્જેન્ટીનાનો સેમિફાઇનલમાં 0-2થી થયેલા પરાજય બાદ આમ કર્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તેને પોતાની ટિપ્પણી પર સસ્પેન્ડ થવાનો ડર નથી, તો તેણે કહ્યું- સત્ય કહેવું જોઈએ. મેસીએ બાદમાં CONMEBOL પાસે પોતાની ટિપ્પણી માટે માફી માગી હતી.