close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

IND vs WI: વર્લ્ડ કપ હાર બાદ આજે પ્રથમ જીત માટે ઉતરશે ટીમ ઈન્ડિયા

વર્લ્ડ કપ-2019મા મળેલી નિરાશા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપની તૈયારીની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 મેચની સાથે કરશે.   

Updated: Aug 3, 2019, 02:56 PM IST
IND vs WI: વર્લ્ડ કપ હાર બાદ આજે પ્રથમ જીત માટે ઉતરશે ટીમ ઈન્ડિયા

ફ્લોરિડાઃ આઈસીસી વિશ્વ કપ-2019મા મળેલી નિરાશા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપની તૈયારીની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી-20 મેચની સાથે કરશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે. શનિવારે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવાર્ડ રીઝનલ પાર્ક સ્ટેડિયમમાં પ્રથમ ટી-2 મેચ રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 કલાકે શરૂ થશે. બંન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 11 ટી20 મુકાબલા રમાયા છે. જેમાંથી ભારતે પાંચ તો વેસ્ટ ઈન્ડિઝનો પાંચમાં વિજય થયો છે. જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી. 

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જતા પહેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે 2020 અને 2021મા રમાનારા વર્લ્ડ ટી-20એ તે નક્કી કર્યું કે ખેલાડીઓની પાસે રમવા માટે હંમેશા કંઇકને કંઇક હોય. તેથી ત્રણ મેચની સિરીઝ યુવા ખેલાડીઓને પણ પોતાનું કૌશલ્ય દેખાડવાની તક મળશે. 

આ સિરીઝમાં મનીષ પાંડે, શ્રેયસ અય્યર અને ખલીલ અહમદ 50 ઓવરોના વિશ્વકપમાં રમી શક્યા નહતા, પરંતુ આ સિરીઝમાં તેને મહત્વની તક મળશે. આ ત્રણેય ખેલાડીઓએ ઈન્ડિયા-એ માટે વેસ્ટ ઈન્ડિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે આશા કરશે કે આગામી સિરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કરીને કેપ્ટન અને પસંદગીકારો પર ભવિષ્ય માટે પોતાની પાછ છોડે. 

આ સિરીઝના માધ્યમથી રાહુલ ચહર અને નવદીપ સૈની પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરી શકે છે, કારણ કે ઘણા સીનિયર બોલરોને આરામ આપવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પસંદ કરાયેલી ટીમમાં ભુવનેશ્વર કુમાર એકમાત્ર વરિષ્ઠ બોલર છે. 

બેટિંગ વિભાગમાં રોહિત શર્મા અને શિખર ધવન ઈનિંગની શરૂઆત કરશે તેવી સંભાવના છે. જો મેનેજમેન્ટ કોહલી બાદ અય્યરને તક ન આપે તો લોકેશ રાહુલની જગ્યા પાક્કી જોવા મળી રહી છે. ત્યારબાદ વિકેટકીપર રિષભ પંત બેટિંગ કરવા આવશે. 

ભારતીય ટીમ સિરીઝમાં જીતની પ્રબળ દાવેદાર છે, પરંતુ પોતાના ઘરમાં રમી રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને નબળી આંકી શકાય નહીં. કાર્લોસ બ્રેથવેટની આગેવાનીમાં રમનારી યજમાન ટીમમાં કીરોન પોલાર્ડ અને સુનીલ નરેન જેવા સીનિયર ખેલાડી છે જે કોઈપણ ટીમ વિરુદ્ધ પોતાના દમ પર મેચનું પાસું પલ્ટી શકે છે. બોલિંગમાં પણ વેસ્ટ ઈન્ડિઝની પાસે શેલ્ડન કોટરેલ અને ઓશેન થોમસ જેવા બોલર છે. 

ટીમ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, ક્રુણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચહર, નવદીપ સૈની. 

વેસ્ટ ઈન્ડિઃ જોન કૈમ્પબેલ, ઇવિન લુઈસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કીરોન પોલાર્ડ, રોવમૈન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ, કીમો પોલ, સુનીલ નરેન, શેલ્ડન કોટરેલ, ઓશેન થોમસ, એંથની બ્રામ્બલે, જેસન મોહમ્મદ, ખારે પિયરે.