ટોક્યો: ભારતની મહિલા બોક્સર લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર શરૂઆત કરી છે. તેણે પોતાની પહેલી મેચમાં જ જીત હાંસલ કરી છે. લવલીના બોરગોહેને મંગળવારે વેલ્ટરવેટ રાઉન્ડ ઓફ 16 (64-69 કિલોગ્રામ વર્ગ)માં જર્મનીની એપેટ્ઝ નેદિનન 3-2થી હાર આપી. આ જીતની સાથે જ લવલીનાએ અંતિમ આઠમાં જગ્યા મેળવી લીધી છે. તે મેડલથી હવે માત્ર એક જીત દૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે લવલીના:
લવલીના બોરગોહેન માત્ર 24 વર્ષની છે. તેણે અસમના એક નાના ગામથી ઓલિમ્પિક સુધીની સફર ખેડી છે. લવલીના બોરગોહેન અસમના ગોલાધાટ જિલ્લામાં આવતી સરૂપથર વિધાનસભાના નાનકડા ગામ બરોમુખિયાની રહેવાસી છે. તેના ગામમાં માત્ર 2000 લોકો જ વસવાટ કરે છે. બે વખત વિશ્વ ચેમ્પિયનશીપમાં મેડલ જીતી ચૂકેલી લવલીના અસમની પહેલી બોક્સર છે. જેણે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું. 1.77 મીટર લાંબી લવલીના બોરગોહેન ટોક્યો  ઓલિમ્પિકમાં 69 કિલોગ્રામ વર્ગમાં ભાગ લઈ રહી છે.


મોહમ્મદ અલીના સમાચારે જિંદગી બદલી નાંખી:
13 વર્ષની ઉંમરમાં લવલીના અને તેની જુડવા બહેનો લીચા અને લીમાને કિક બોક્સિંગ શીખવા માટે મોકલવામાં આવી હતી. બંને બહેનો બોક્સિંગમાં નેશનલ લેવલ સુધી પહોંચી ગઈ. પરંતુ તેની વચ્ચે લવલીના ગેમ બદલીને બોક્સિંગ રિંગમાં આવી ચૂકી હતી. લવલીનાની માતા મમોની બોરગોહેન જણાવે છે કે પોતાના સ્કૂલના સમયે તે વિવિધ ગેમ્સમાં ભાગ લેતી હતી. બાળપણના એક કિસ્સા વિશે લવલીનાની માતાએ જણાવ્યું કે એક વાર લવલીનના પિતા મિઠાઈ લાવ્યા. મિઠાઈ જે સમાચાર પત્રમાં લપેટીને લાવ્યા હતા, લવલીના તેને વાંચવા લા ગી. ત્યારે પહેલીવાર લવલીનાએ મોહમ્મદ અલી વિશે વાંચ્યું અને પછી બોક્સિંગમાં તેની રૂચિ વધવા લાગી.


કઈ રીતે આગળ વધી લવલીના:
જ્યારે લવલીના 9માં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે ભારતીય ખેલ પ્રાધિકરણ એટલે SAIના એક કોચની નજર તેના પર પડી હતી. ત્યારથી તે બોક્સિંગમાં સતત આગળ વધતી ગઈ. તે મોહમ્મદ અલીની સાથે સાથે માઈક ટાયસનની પણ ફેન છે.

Facebook Profile પર Photo ની જગ્યાએ Video સેટ કરવો છે? તો આ Simple Steps ને કરો ફોલો

PM મોદી સહિત અનેક રાજનેતાઓ સાથે હરિપ્રસાદ સ્વામીજીને રહ્યો છે આત્મીયતાનો સંબંધ, જુઓ તસવીરો

અક્ષરધામ નિવાસી સોખડા હરિધામના હરિપ્રસાદ સ્વામીજી મહારાજની દિવ્યલીલાની દિવ્ય તસવીરો જુઓ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube