PM મોદી સહિત અનેક રાજનેતાઓ સાથે હરિપ્રસાદ સ્વામીજીને રહ્યો છે આત્મીયતાનો સંબંધ, જુઓ તસવીરો

વડોદરા જિલ્લાના સોખડા હરિધામના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થતાં રાજનેતાઓએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું. સીએમ રૂપાણી, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ટ્વીટ કરીને સ્વામીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં.

Jul 27, 2021, 11:54 AM IST

ઝી બ્યૂરો, અમદાવાદઃ વડોદરા જિલ્લાના સોખડા હરિધામના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થતાં રાજનેતાઓએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું. સીએમ રૂપાણી, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ટ્વીટ કરીને સ્વામીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં. પ્રધાનમંત્રી મોદી સાથે પણ હરિપ્રસાદ સ્વામીજીને ખુબ જ આત્મીયતાનો સંબંધ હતો. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓ અવાર-નવાર સોખડા હરિધામના કાર્યક્રમોમાં હાજરી આપવા અચૂક જતાં. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હોય કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા દરેક રાજનેતા સાથે પણ સ્વામીજીને ખુબ આત્મીયતા ભર્યા સંબંધો રહ્યાં છે. દિવ્ય આત્મા સાથે રાજનેતાઓની આત્મીયતાની યાદગાર તસવીરો જુઓ....

1/8

2/8

3/8

4/8

5/8

6/8

7/8

વડોદરા જિલ્લાના સોખડા હરિધામ ખાતે આયોજીત આત્મીય યુવા મહોત્સવમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ હાજરી આપી હતી. તે સમયે જે.પી.નડ્ડાની સાથે ગુજરાત ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ત્યાં ઉપસ્થિત હતાં. આ રાજનેતાઓએ ત્યારે હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ લીધાં હતાં. એ પ્રસંગના ફોટો સાથે ટ્વીટ કરીને જે.પી.નડ્ડાએ સ્વામીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં.

8/8

વડોદરા જિલ્લાના સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામીજી સાથે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સ્મૃતિ રૂપ તસવીર. ફડણવીસ જ્યારે શ્રી હરિ જયંતિ, રામ નવમીના અવસરે સોખડા હરિધામ ખાતે આવ્યાં હતા તે સમયે હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ લીધાં હતાં. સ્વામીજી અક્ષર નિવાસી થતાં ફડણવીસે ટ્વીટ કરીને દુ:ખની લાગણી વ્યક્ત કરી.