અક્ષરધામ નિવાસી સોખડા હરિધામના હરિપ્રસાદ સ્વામીજી મહારાજની દિવ્યલીલાની દિવ્ય તસવીરો જુઓ
વડોદરા નજીકના હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા. 26 જુલાઈ 2021 ને સોમવારના રોજ રાત્રે 11 વાગ્યે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પૃથ્વી પરથી પોતાની દિવ્ય લીલી સંકેલીને અક્ષરધામનો પથ પસંદ કર્યો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ વડોદરા નજીકના હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા. 26 જુલાઈ 2021 ને સોમવારના રોજ રાત્રે 11 વાગ્યે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પૃથ્વી પરથી પોતાની દિવ્ય લીલી સંકેલીને અક્ષરધામનો પથ પસંદ કર્યો. 87 વર્ષની ઉંમરે હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થયા છે. છેલ્લા કેટલાક સમયથી હરિપ્રસાદ સ્વામીજીની તબિયત નાદુરસ્ત રહેતી હતી.
હરિપ્રસાદ સ્વામીજીના નિધનથી ગુજરાત સહિત દેશ-વિદેશમાં રહેતા લાખો ભક્તો આઘાતમાં સરી પડ્યા છે. હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934 માં થયો હતો. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતાં હતાં.
આજે સવારે 11 વાગ્યે હરિપ્રસાદ સ્વામીજીનો પાર્થિવ દેહ સોખડા મંદિર લઈ જવાશે. મંગળવાર 27 જુલાઈ એટલે કે આજથી શનિવાર 31 જુલાઈ સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે દેશ-વિદેશથી હજારો ભક્તો દર્શન માટે આવશે. પ્રદેશ વાઈઝ દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો છે. હરિપ્રસાદ સ્વામીજી પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા. હરિપ્રસાદ સ્વામીજીના નિધનથી ગુજરાત સહિત દેશ-વિદેશમાં રહેતા લાખો ભક્તો આઘાતમાં સરી પડ્યા છે. હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતાં હતાં.
હરિપ્રસાદ સ્વામીજીના અક્ષરવાસ માટે કિડનીની બીમારી નિમિત્ત બની. લાંબા સમયથી તેમની સારવાર ચાલતી હતી.
હરિપ્રસાદ સ્વામીજી મહારાજે 87 વર્ષની વયે દિવ્યલીલા સંકેલી અને અક્ષરવાસી થયા.
હરિપ્રસાદ સ્વામીજીને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે દિક્ષા આપેલી.
હરિપ્રસાદ સ્વામીજીનું 56 વર્ષનું સંતજીવન રહ્યું. તેમના અક્ષરવાસથી ભાવુક થયા ભક્તો.
હરિપ્રસાદ સ્વામીજી મહરાજે યુગકાર્યના સુવર્ણજયંતિ વર્ષમાં વિદાય લીધી. હરિપ્રસાદ સ્વામીજી પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા.
યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હરિચરણ થયા. સ્વામીજીની જાણીતા કથાકાર ભાઈશ્રી રમેશ ઓઝા સાથેની એક યાદગાર તસવીર.
મંગળવાર 27 જુલાઈ એટલે કે આજથી શનિવાર 31 જુલાઈ સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે દેશ-વિદેશથી હજારો ભક્તો દર્શન માટે આવશે. પ્રદેશ વાઈઝ દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો છે.
Trending Photos