પર્થઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિશેલ જોનસને વર્તમાનમાં ટીમની બોલિંગના મુખ્ય મિશેલ સ્ટાર્કને  મદદથી ઓફર કરી જેથી તે ભારત વિરુદ્ધ પર્થમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ પહેલા લય હાસિલ કરી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટાર્કે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બે અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતે  આ મેચ 31 રનથી જીતી હતી. બીજી ટેસ્ટ મેચ શુક્રવારથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયા તરફથી સર્વાધિક વિકેટ  લેનારા બોલરોમાં પાંચમાં સ્થાન પર હાસિલ જોનસનને લાગે છે કે, સ્ટાર્કના મગજમાં કંઇક ઘુમી રહ્યું છે અને  જેનાથી તે પરેશાન છે. 


જોનસને બીબીસીને કહ્યું, દરેક અલગ રીતે કામ કરે છે અને હું પહેલા જ તેને સંદેશ મોકલી ચુક્યો છું કે, શું  તે મારી સાથે કેટલિક વસ્તુ પર વાત કરી શકે છે. હું તેની સાથે પહેલા કામ કરી ચુક્યો છું અને તેને સારી  રીતે સમજુ છું. 



INDvsAUS: 34 વર્ષમાં સૌથી ખરાબ બેટિંગ કરી રહી છે ઓસ્ટ્રેલિયન ટીમ 

તેણે કહ્યું, એવું લાગે છે કે, તેના મગજમાં કોઈ વાત હતી, કંઇક એવું જે તેને ફાયદો પહોંચાડતું નહતું. આશા  છે કે, પર્થ ટેસ્ટ શરૂ થતા પહેલા અમે એકબીજા સાથે વાત કરીશું. 


જોનસને કહ્યું કે, એડિલેડમાં જે પણ દેખાયુ, સ્ટાર્ક તેનાથી સારો બોલર છે. તેણે કહ્યું, હું જાણું છું કે, તે સક્ષમ  છે. તે અત્યારે બોલને સ્વિંગ કરાવી શકતો નથી. હોય શકે કે, તે સંપૂર્ણ રીતે તૈયાર ન હોય. તે ઈજા બાદ  વાપસી કરી રહ્યો છે. મને નથી લાગતું કે, તે હજુ લયમાં છે.  


37નો થયો 'ફાઇટર' યુવરાજ, લીધા આ શપથ