નવી દિલ્હીઃ રેસલિંગ લેજેન્ડ ધ અંડરટેકરે WWE યૂનિવર્સને અલવિદા કરી દીધું છે. અંડરટેકરે સર્વાઇવર સિરીઝ (Survivor Series) દરમિયાન વિદાય લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે 55 વર્ષના અંડરટેકરે પોતાના કેરેક્ટરને અનુરૂપ હાવભાવ અને કોસ્ટ્યૂમની સાથે છેલ્લીવાર રિંગમાં પગ મુક્યો હતો. 


એનાઉન્સરે રિંગમાં આવીને અંડરટેકરના ફેરવેલની જાહેરાત કરી હતી. ત્યારબાદ અંડરટેકરે રિંગમાં શાનદાર એન્ટ્રી કરી હતી. પોતાના કરિયર વિશે વાત કરી હતી. સાથે તેમણે જણાવ્યું કે, તેનો સમય આવી ચુક્યો છે. 


ફેન્સે 'થેંક યૂ ટેકર' કહી તેને વિદાય આપી હતી. આ દરમિયાન ટેકર ખુદ ભાવુક થઈ ગયા હતા. આ સાથે તે છેલ્લીવાર WWEના ટેલીવિઝન પર Survivor Seriesમા જોવા મળ્યો.


INDvsAUS:  ઓસ્ટ્રેલિયામાં વનડેમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન છે રોહિત શર્મા  

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં અંડરટેકરે કહ્યુ હતુ કે પોતાના કરિયર પર ગર્વ છે. 20 વર્ષના લાંબા કરિયરમાં ઘણી મોટી સિદ્ધિ હાસિલ કરી છે. હવે દરેક પ્રશંસકને તેની ખોટ પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર