World cup 2023: ક્રિકેટમાં હાલમાં વિશ્વકપનો ફિવર જામ્યો છે. સેમીફાઇનલમાં 3 ટીમો તો ફાઇનલ થઈ ગઈ છે પણ ચોથી ટીમ માટે સતત રસાકસી જામી છે. ચોથી ટીમ જે ફાઇનલ થશે એ ભારત સામે સેમીફાઇનલ રહેશે એટલે ભારતીયોને પણ આ બાબતે રસ છે કે ચોથી ટીમ તરીકે કઈ ટીમ ફાઇનલ થાય છે. હાલમાં અફઘાનિસ્તાનના હોઠે આવેલો જીતનો પ્યાલો છિનવી 201 રન ફટકારનાર ગ્લેન મેક્સવેલના સતત વખાણ થઈ રહ્યાં છે પણ એ ના ભૂલો કે વનડેના ઈતિહાસમાં બેવડી સદી ફટકારવામાં ભારતીયોને દબદબો છે. જેમાં રોહિત શર્માએ તો 3 વાર બેવડી સદી ફટકારી છે.  રોહિત શર્માએ 2013માં ઓસ્ટ્રેલિયા સામે 209 અને શ્રીલંકા સામે 264 રન ફટકાર્યા હતા. આ રેકોર્ડ આજે પણ અકબંધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ODI વર્લ્ડ કપ 2023 છે સ્પેશિયલ, 12 સીઝન બાદ પહેલીવાર થયો આ મોટો કમાલ
મહિલાઓ અને દિકરીઓ માટે LIC નો ખાસ પ્લાન, મેચ્યોરિટી પર મળશે તગડા રૂપિયા


આ સિવાય શર્માએ 2017માં શ્રીલંકા સામે 208 રન ફટકાર્યા હતા. આમ રોહિત શર્માનો આ રેકોર્ડમાં દબદબો છે. સૌથી પહેલાં 200 રન સચીન તેંડુલકરે 2000ની સાલમાં ફટકાર્યા હતા. જે બેવડી સદી સચીનની શ્રીલંકા સામે આવી હતી. એના બીજા જ વર્ષે સચીનનો આ રેકોર્ડ સેહવાગે તોડી નાખ્યો હતો. 2011મા વેસ્ટઈન્ડિઝ સામે સહેવાગે 219 રન ફટકાર્યા હતા. આ સિવાય ઈશાન કિશન અને શુભમન ગીલે પણ બેલડી સદી ફટકારી છે. આમ વન ડેના ઈતિહાસમાં બેવડી સદી ફટકારવામાં ભારતીયોનો દબદબો છે. 


Diwali Share: આ દિવાળી પર કયા શેર પોર્ટફોલિયોમાં લગાવી શકે છે ચાર ચાંદ? 10 શેરો પર નાખો નજર
સફેદ કપડાંને ગંદા કરી દેશે વોશિંગ મશીન! ધોતાં પહેલાં તાત્કાલિક કરો આ કામ


ભારતીયો સિવાય 2015માં માર્ટિન ગુપ્ટીલે વેસ્ટ ઇન્ડિઝ સામે 207 રન ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે પણ 215 રન ઝિમ્બામ્બે સામે બનાવ્યા છે. આ લિસ્ટમાં એક પાકિસ્તાની ખેલાડીનું પણ નામ છે. પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાને 2018માં ઝિમ્બામ્બે સામે 210 રન ફટકાર્યા હતા. આમ મેક્સવેલની બેવડી સદીની કોઈ તુલના ના થાય કારણ કે પગના સ્નાયુઓ ખેંચાઈ જવા છતાં એને એકલાહાથે ટીમને સેમીફાઇનલમાં સ્થાન અપાવ્યું છે. 


Diwali પહેલાં સપનામાં દેખાઇ જાય 1 વસ્તુ તો સમજી લેજો તમારો દરવાજો ખખડાવશે મા લક્ષ્મી
કિડની બચશે કે થઇ જશે ખલાસ? આ 5 લક્ષણોથી મળશે જવાબ


રોહિત શર્માનો 264 રનનો રેકોર્ડ તો આજે પણ અકબંધ છે. આમ વન ડે હોય તે ટી-20 ભારતનો દરેક જગ્યાએ દબદબો છે. હાલમાં વનડેમાં બેટીંગ અને બોલિંગમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો છે. ઓલરાઉન્ડરમાં પણ જાડેજા નંબર વન છે. ગઈકાલે જ બાબરને પછાડી શુભમન ગીલે નંબર વનનું સ્થાન મેળવ્યું છે. આ સિવાય બોલિંગમાં સિરાઝે નંબર વનનો દબદબો જાળવ્યો છે. હાલમાં વિશ્વકપને લઈને ભારતમાં જબરદસ્ત માહોલ જામ્યો છે. 


IAS Tina Dabi એ પુત્રની સાથે શેર કર્યો ફોટો, પોતે પણ બદલાઇ ગઇ આટલી
પિતા ક્લિયર કરી ન શક્યા UPSC, તો પુત્રીએ પુરૂ કર્યું સપનું, પહેલાં IPS પછી બની IAS


ICC એ જાહેર કર્યું લેટેસ્ટ રેન્કિંગ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ તરફથી જારી તાજા વનડે રેન્કિંગ્સમાં શુભમન ગિલ નંબર વન બેટર બની ગયો છે. નોંધનીય છે કે 951 દિવસથી બાબર આઝમ નંબર વન હતો, પરંતુ હવે શુભમન ગિલે તેને પછાડી દીધો છે અને વનડેનો નંબર વન બેટર બની ગયો છે. શુભમન ગિલના 830 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે બાબર આઝમના 824 રેટિંગ પોઈન્ટ છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી 770 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 739 રેટિંગ પોઈન્ટ છે અને તે છઠ્ઠા સ્થાન પર છે.


Vastu Tips: ઘરે દેખાઇ છે આ જીવ તો થશે કંઇક શુભ, જાણો કેમ
20 દિવસમાં 'પાપડતોડ પહેલવાન' માંથી બની જશો સુમો પહેલવાન, આ 5 વસ્તુનું કરો સેવન