નવી દિલ્હીઃ હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ચીની મોબાઇલ કંપની વીવોની સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2020ની સીઝન માટે ટાઇટલ સ્પોન્સરની ડીલને રદ્દ કરી દીધી હતી. પરંતુ વીવો આગામી વર્ષે ટાઇટલ સ્પોન્સર તરીકે વાપસી કરી શકે છે, પરંતુ હાલના સમયમાં તેમ થશે નહીં. તેવામાં બીસીસીઆઈએ આઈપીએલ ટાઇટલ સ્પોન્સર માટે નવી કંપનીની સાથે ડીલ કરવી પડશે, તેના માટે હરાજી થવાની છે. આ વચ્ચે સામે આવ્યું છે કે યોગ ગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ (Patanjali)એ પણ આઇપીએલના મુખ્ય પ્રાયોજક બનાવવામાં રસ દાખવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીવો આ વર્ષે આઈપીએલના ટાઇટલ સ્પોન્સરના રૂપમાં હટ્યા બાદ પજંતલિ આ વર્ષ માટે વિશ્વની સૌથી મોંઘી ટી20 લીગની મુખ્ય પ્રાયોજક બની શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, પતંજલિ પણ આઈપીએલના ટાઇટલ સ્પોન્સરની બોલી લગાવી શકે છે. પતંજલિના પ્રવક્તા એસકે તિજારાવાલાએ કહ્યુ છે, અમે આ વર્ષ માટે આઈપીએલના ટાઇટલ સ્પોન્સર પર વિચાર કરી રહ્યાં છીએ, કારણ કે અમે પતંજલિ બ્રાન્ડને વૈશ્વિક મંચ આપવા ઈચ્છીએ છીએ. પતંજલિ બીસીસીઆઈને એક પ્રસ્તાવ આપવાનો વિચાર કરી રહ્યું છે. 


આ પહેલા સામે આવી રહ્યું હતું કે, ઈ-કોમર્સ કે પછી ઈ-લર્નિંગ કંપની આઇપીએલના ટાઇટલ સ્પોન્સર માટે આગળ આવી રહી છે. તો જીયો અને ટાટા ગ્રુપે પણ તેના માટે રસ દાખવ્યો છે, કારણ કે લાંબા સમય બાદ કોઈ મોટી ઇવેન્ટ થઈ રહી છે. છેલ્લા છ મહિનામાં એકપણ ઈવેન્ટ યોજાઇ નથી, જેમાં કંપની પોતાનો પ્રચાર કરી શકે. તેવામાં મોટી કંપનીઓની પાસે તક છે કે આઈપીએલ જેવી વિશ્વ સ્તરીય લીગની સાથે ભાગીદારી કરે અને પોતાની બ્રાન્ડને ગ્લોબલ માર્કેટમાં પહોંચાડે. 


IPL માટે તૈયાર છે વિરાટ કોહલી, RCBને ચેમ્પિયન બનાવવાનું છે લક્ષ્ય  


આજે જાહેર થઈ શકે છે ટેન્ડર
IPL 2020 સીઝન માટે બીસીસીઆઈ નવા ટાઇટલ સ્પોન્સરની માટે આજે ટેન્ડર જારી કરી શકે છે. બીસીસીઆઈએ પાછલા સપ્તાહે વીવોની સાથે આઈપીએલના મુખ્ય પ્રાયોજક તરીકે કરાર સમાપ્ત થઈ ગયો હતો. આ નિર્ણય વીવો સાથે કરાર યથાવત રાખવાને કારણે બીસીસીઆઈ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની ટીકા બાદ લેવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર