IPL માટે તૈયાર છે વિરાટ કોહલી, RCBને ચેમ્પિયન બનાવવાનું છે લક્ષ્ય
IPLના ઈતિહાસમાં કોહલીની આગેવાની વાળી આરસીબી અત્યાર સુધી ત્રણવાર ફાઇનલમાં પહોંચી છે, પરંતુ તે ક્યારેય ટ્રોફી જીતી શકી નથી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનને લઈને ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યો છે. આઈપીએલનું આયોજન આ વખતે યૂએઈમાં 19 સપ્ટેમ્બરથી થવાનું છે. વિરાટ કોહલી પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) પ્રથમવાર ચેમ્પિયન બનાવવા માટે આતુર છે.
કોહલીની આગેવાની વાળી આઈપીએલ ફ્રેન્ચાઇઝી આરસીબી લીગના ઈતિહાસમાં અત્યાર સુધી ત્રણવાર ફાઇનલમાં પહોંચી છે, પરંતુ તે હજુ સુધી ટ્રોફી ઉઠાવી શકી નથી. તેણે ત્રણેય વખત રનર્સઅપ બનીને સંતોષ કરવો પડ્યો છે.
કોહલીએ ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પોતાના સાથી ખેલાડીઓની સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. તેણે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું, 'દરેક વસ્તુથી ઉપર છે વફાદારી, રાહ જોવાતી નથી જે આવવાની છે.'
કોહલીએ આ વર્ષે એપ્રિલમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની ટીમના સાથી અને આફ્રિકાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સની સાથે વાતચીતમાં કહ્યું હતું કે, તે ક્યારેય પણ ફ્રેન્ચાઇઝીને છોડશે નહીં અને ટીમને ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ જારી રાખશે.
કોહલીએ કહ્યુ હતુ, 'હું ક્યારેય પણ આ ટીમને છોડવા વિશે વિચારતો નથી. જ્યાં સુધી હું આઈપીએલમાં રમી રહ્યો છું, ઈમાનદાર રહીશ. હું ક્યારેય આ ટીમને છોડવા જઈ રહ્યો નથી. આપણે જાણીએ છીએ કે બંન્ને ટાઇટલ જીતવા ઈચ્છીએ છીએ.'
ENG vs PAK: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, બેન સ્ટોક્સ આ કારણે થયો સિરીઝમાંથી બહાર
બીસીસીઆઈ, આઈપીએલની 13મી સીઝનનું આયોજન આ વર્ષે યૂએઈમાં ત્રણ સ્થળો, દુબઈ, અબૂધાબી અને શારજાહમાં 19 સપ્ટેમ્બરથી કરાવવા જઈ રહ્યું છે. તેની ફાઇનલ 10 નવેમ્બરે રમાશે.
આઈપીએલ માટે કોહલીની ટ્રેનિંગ જારી
મહત્વનું છે કે IPL 2020 માટે વિરાટ કોહલી ખુબ આકરી ટ્રેનિંગ કરી રહ્યો છે. હાલમાં કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના વર્કઆઉટનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં કોહલી ટ્રેડમિલ પર દોડતો જોવા મળી રહ્યો હતો. આ વીડિયો જોઈને ખ્યાલ આવે કે વિરાટ કોહલી કોરોના કાળમાં પણ ખુબ ફિટ છે અને તે આઈપીએલ 2020 માટે તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે