નવી દિલ્હીઃ પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે સંકેત આપ્યા કે રોહિત શર્માને ભારતની ટેસ્ટ ઈલેવનમાં ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં તક મળી શકે છે, જ્યારે લોકેશ રાહુલનું ફોર્મ ચિંતાનો વિષય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની એકદિવસીય આંતરરાષ્ટ્રીય ટીમનો વાઇસ કેપ્ટન રોહિત છેલ્લા ઘણા સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે પરંતુ તેમ છતાં ટીમમાં સામેલ હોવા પર પણ તેને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટની સિરીઝમાં રમવાની તક ન મળી. રોહિત ટેસ્ટ ટીમમાં સામાન્ય રીતે મધ્યમક્રમના બેટ્સમેનના રૂપમાં રમે છે પરંતુ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અંજ્કિય રહાણે અને હનુમા વિહારીની સફળતા બાદ સંભાવના છે કે તેને ટીમમાં ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં ઉતારી શકાય છે જે ભૂમિકામાં તે નાના ફોર્મેટમાં સફળ રહ્યો છે. 


પ્રસાદે કહ્યું, 'પસંદગી સમિતિના રૂપમાં અમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ મુકાલાત કરી નથી. જ્યારે અમે બધા બેઠક કરીશું તો ચોક્કસપણે તેના પર (ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં રોહિતને ઉતારવો) વિચાર કરીશું અને ચર્ચા કરીશું.'

ICC Test Rankings: સ્મિથે મજબૂત કર્યું નંબર-1નું સ્થાન, વિરાટ રહી ગયો પાછળ 


તેમણે કહ્યું, 'લોકેશ રાહુલ ખુબ પ્રતિભાવના છે. ટેસ્ટ ક્રિકેટમાં તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેનું ફોર્મ ચિંતાનો વિષય છે. તેણે વિકેટ પર વધુ સમય પસાર કરવો પડશે અને પોતાનું ફોર્મ ફરી મેળવવું પડશે.'


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં રાહુલ 13, 06, 44 અને 38 રન બનાવી શક્યો હતો. કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અને હવે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઘરેલૂ સિરીઝ માટે પણ ટી20 ટીમમાં સ્થાન ન મળવા પર પ્રસાદે કહ્યું કે બંન્ને આગામી વર્ષે ઓસ્ટ્રેલિયાના યોજાનારા ટી20 વિશ્વ કપ માટે તેમની યોજનાનો ભાગ બન્યા રહેશે. 


આફ્રિકા વિરુદ્ધ 15 સપ્ટેમ્બરથી ધર્મશાળામાં શરૂ થઈ રહેલી ત્રણ ટી20 મેચોની સિરીઝ માટે રાહુલ ચહર અને વોશિંગટન સુંદરને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બંન્ને સ્પિનર પાછલા મહિને કેરેબિયન પ્રવાસ પર પણ ગયા હતા. 

Birthday Special: ઈંગ્લેન્ડ તરફથી રમેલા આ દિગ્ગજ ક્રિકેટરના નામ પર છે રણજી ટ્રોફી 


પ્રસાદે કહ્યું, 'અમે ટી20 વિશ્વ કપને જોતા સ્પિન બોલિંગ વિભાગમાં વિવિધતા લાવવા માટે યુવાઓને અજમાવી રહ્યાં છીએ. છેલ્લા બે વર્ષમાં કુલદીપ અને ચહલે નિર્ધારિત ઓવરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ચોક્કસપણે તે દોડમાં આગળ છે.