ICC Test Rankings: સ્મિથે મજબૂત કર્યું નંબર-1નું સ્થાન, વિરાટ રહી ગયો પાછળ

એક ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલીને પછાડીને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બનનાર સ્ટીસ સ્મિથ એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ બાદ વિરાટ કોહલીથી ઘણો આગળ નિકળી ગયો છે. 

ICC Test Rankings: સ્મિથે મજબૂત કર્યું નંબર-1નું સ્થાન, વિરાટ રહી ગયો પાછળ

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ અને બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ બાદ રેન્કિંગની જાહેરાત કરી છે. આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન અને નંબર વન બોલર ઓસ્ટ્રેલિયન ટીમમાંથી છે, જેમાં બેટ્સમેન સ્મિથ અને બોલર પેટ કમિન્સનું નામ છે. 

એક ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલીને પછાડીને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બનનાર સ્ટીસ સ્મિથ એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ બાદ વિરાટ કોહલીથી ઘણો આગળ નિકળી ગયો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બેવડી સદી અને બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી ચુકેલા સ્ટીવ સ્મિથ અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના આઈસીસી રેટિંગ્સમાં ઘણું અતર થઈ ગયું છે. 

સ્ટીવ સ્મિથ હાલ 937 પોઈન્ટની સાથે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન છે, જ્યારે બંનર બે પર વિરાટ કોહલીના 903 પોઈન્ટ છે. સ્ટીવ સ્મિથે 33 પોઈન્ટની છલાંગ લગાવી છે. તો પેટ કમિન્સ 914 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાન પર યથાવત છે. આ મેચ પહેલા પેટ કમિન્સના 908 રેટિંગ પોઈન્ટ હતા, જે હવે 914 થઈ ગયા છે. ત્યારબાદ કગિસો રબાડા અને પછી જસપ્રીત બુમરાહ ત્રીજા નંબર પર છે. 

આઈસીસી ટેસ્ટ રેન્કિંગ (બેટ્સમેન)
1. 937 પોઈન્ટ - સ્ટીવ સ્મિથ
2. 903 પોઈન્ટ - વિરાટ કોહલી
3. 878 પોઈન્ટ - કેન વિલિયમસન
4. 825 પોઈન્ટ - ચેતેશ્વર પૂજારા
5. 749 પોઈન્ટ - હેનરી નિકોલસ

આઈસીસી ટેસ્ટ રેન્કિંગ (બોલર)
1. 914 પોઈન્ટ - પેટ કમિન્સ
2. 851 પોઈન્ટ - કગિસો રબાડા
3. 835 પોઈન્ટ - જસપ્રીત બુમરાહ
4. 814 પોઈન્ટ - જેસન હોલ્ડર
5. 813 પોઈન્ટ - વર્નન ફિલાન્ડર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news