Birthday Special: ઈંગ્લેન્ડ તરફથી રમેલા આ દિગ્ગજ ક્રિકેટરના નામ પર છે રણજી ટ્રોફી

આજના દિવસે 1872મા હિન્દુસ્તાનના મહાન ક્રિકેટરોમાં સામેલ કુમાર શ્રી રણજીત સિંહજીનો જન્મ થયો હતો. તેઓ ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ભારતીય રહ્યાં હતા. 

Birthday Special: ઈંગ્લેન્ડ તરફથી રમેલા આ દિગ્ગજ ક્રિકેટરના નામ પર છે રણજી ટ્રોફી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 10 સપ્ટેમ્બરનો દિવસ ખુબ મહત્વનો છે. આજના દિવસે 1872મા હિન્દુસ્તાનના મહાન ક્રિકેટરોમાં સામેલ કુમાર શ્રી રણજીત સિંહજીનો કાઠિયાવાડમાં જન્મ થયો હતો. તેઓ ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ભારતીય રહ્યાં હતા. ભારતની પ્રતિષ્ઠિત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટૂર્નામેન્ટ- 'રણજી ટ્રોફી' તેમના નામ પર છે. તેઓ રણજીત સિંહ જ હતા, જેમણે લેગ ગ્લાંસની શોધ કરી હતી. તેમણે પોતાની આ અનોખી ટેકનિકના દમ પર લેગ સાઇડ પર રનનો વરસાદ કર્યો હતો. 

પ્રથમ શ્રેણી ક્રિકેટમાં એક દિવસમાં બે સદી
રણજીત સિંહજીના નામે એક અદ્ભુત કીર્તિમાન છે. અંગ્રેજોની ટીમ તરફથી રમનાર આ ભારતીય દિગ્ગજે 22 ઓગસ્ટ 1896ના ઈતિહાસ રચ્યો હતો. હકીકતમાં, તેમણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં એક દિવસમાં બે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. 

રણજીત સિંહે ત્યારે એક મહિના પહેલા ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ (જુલાઈ 1896)માં પર્દાપણ કરતા અણનમ 154 રન બનાવ્યા હતા અને આ ફોર્મને જાળવી રાખતા ઈંગ્લેન્ડના શહેર હોવમાં સસેક્સ તરફથી રમતા યોર્કશાયર વિરુદ્ધ એક દિવસમાં બે સદી (100 અને અણનમ 125 રન) ફટકારી હતી. 

સસેક્સ તરફથી રમતા કર્યું હતું આ કારનામું
યોર્કશાયરે પ્રથમ રમતા પોતાની પ્રથમ ઈનિંગમાં 407 રન બનાવ્યા હતા. જવાબમાં સસેક્સની ટીમ ત્રીજા દિવસે રણજીત સિંહની સદી (100 રન) છતાં 191 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને ફોલોઓન ન બચાવી શકી. ત્યારબાદ ફોલોઓન ઈનિંગમાં એકવાર ફરી રણજીત સિંહે અણનમ 125 રન ફટકાર્યા અને એક દિવસમાં બે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. રણજીત સિંહની સદીની મદદથી સસેક્સ 260/2 રન બનાવી મેચ બચાવી હતી. 

 FACTS -
- આ સાથે એક મેચમાં બે સદી ફટકારનાર સસેક્સના ત્રીજા બેટ્સમેન બન્યા. પરંતુ તેનાથી આગળ વધીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક દિવસમાં બે સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર બન્યા. 

- રણજીત સિંહજી બાદ કોઈપણ બેટ્સમેને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવી નથી. પરંતુ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતા મેથ્યૂ એલિયટે 31 ડિસેમ્બર 1995ના 104 અને ફોલોઓન ઈનિંગમાં 135 રન બનાવ્યા હતા. ત્યારે એલિયટ પ્રથમ ઈનિંગમાં એક દિવસ પહેલા 98 રન બનાવી અણનમ રહ્યો હતો. આ રીતે એલિયટની સદીની તુલના રણજીત સિંહ સાથે ન કરી શકાય. 

- સ્પેનના બેટ્સમેન તારિક અલી અવાને 4 સપ્ટેમ્બર 2012ના યૂરોપિયન ચેમ્પિયનશિપ ડિવિઝન-2 ટી20મા એક દિવસમાં અણનમ 150 અને 148 રન બનાવ્યા હતા. 

રણજીત સિંહજીનું કરિયર
1. રણજીત સિંહજી ઈંગ્લેન્ડ તરફથી (1896-1902) 15 ટેસ્ટ મેચોમાં ઉતર્યા અને આ તમામ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હતી. તેણે ભારત માટે ક્યારેય કોઈ મેચ રમી નથી. 

2. રણજીત સિંહજી ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ભારતીય રહ્યાં. 

3. તેમણે 989 ટેસ્ટ રન, 44.95ની એવરેજથી બનાવ્યા. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 175 રન રહ્યો. 

4. 1915મા રણજી શિકાર સમયે ઈજાગ્રસ્ત થયા અને ડાબી આંખની રોશની ગુમાવી દીધી. 

5. ભારતની પ્રતિષ્ઠિત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટૂર્નામેન્ટ- રણજી ટ્રોફી તેમના નામ પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news