આ દિગ્ગજ ક્રિકેટરનો થયો જીવલેણ રોડ અકસ્માત, પુત્ર પણ હતો સાથે
આજે સવારે બાઈક રાઈડ પર નીકળ્યા હતા. ત્યારબાદ તેઓનો અકસ્માત થયો અને ઘાયલ થયા.
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને દુનિયાના સૌથી સફળ સ્પીન બોલર્સમાં સામેલ શેન વોર્ન એક મોટી મુસીબતમાં ફસાયા છે. થોડીવાર પહેલા જ વોર્નનો બાઈક રાઈડિંગ કરતી વખતે રોડ અકસ્માત થયો અને ગંભીર રીતે ઘાયલ થયા. આ અકસ્માત બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેઓ સારવાર હેઠળ છે.
વોર્ન અકસ્માતનો ભોગ બન્યા
સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ મુજબ શેન વોર્ન આજે સવારે બાઈક રાઈડ પર નીકળ્યા હતા. ત્યારબાદ તેઓનો અકસ્માત થયો અને ઘાયલ થયા. રિપોર્ટ છે કે બાઈકથી પડ્યા બાદ વોર્ન લગભગ 15 મીટર સુધી ઢસડાયા. એક અન્ય ખરાબ સમાચાર એ છે કે વોર્નની સાથે સાથે અકસ્માત સમયે તેમનો પુત્ર પણ હાજર હતો અને તે પણ ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શાનદાર છે ક્રિકેટ રેકોર્ડ
શેન વોર્નની ક્રિકેટ કરિયર ખુબ જ શાનદાર રહી છે. તેઓ દુનિયાના સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર છે. ઓસ્ટ્રેલિયા તરફથી રમતા ટેસ્ટ ક્રિકેટમાં વોર્ને 145 મેચોની 273 ઈનિંગમાં 25.4ની સરેરાશથી 708 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે 37 વાર પાંચ કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેમના કરતા વધુ વિકેટ લેનારા ક્રેકેટરમાં ફક્ત શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર મુથૈયા મુરલીધરનનું નામ જ સામેલ છે. જેમણે 800 વિકેટ લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube