Omicron Variant: આ દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ 'ઓમિક્રોન'ની એન્ટ્રી થતા હડકંપ!, સંક્રમણના 2 કેસ નોંધાયા
કોરોના (Coronavirus) ના નવા વેરિએન્ટ ઓમિક્રોને ચિંતા વધારી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પણ તેને લઈને સજાગ છે. આ બધા વચ્ચે આ નવા વેરિએન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના (Coronavirus) ના નવા વેરિએન્ટ ઓમિક્રોને ચિંતા વધારી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પણ તેને લઈને સજાગ છે. આ બધા વચ્ચે આ નવા વેરિએન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેનેડામાં ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) ના બે કેસ સામે આવ્યા છે. નાઈજીરિયાના મુસાફરી કરનારા બે લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોન વેરિએન્ટના કેસ સામે આવ્યા બાદ કેનેડામાં કોરોનાની તપાસ વધારી દેવાઈ છે. આ બધા વચ્ચે જોખમને જોતા બ્રિટન દ્વારા G-7 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની ઈમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. બેઠકમાં ઓમિક્રોનના ફેલાવા અને તેની રોકથામના ઉપાયો પર ચર્ચા કરાશે. જી-7 દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે.
કેનેડામાં 2 કેસ
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતની સરકારે કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના બે કેસની પુષ્ટિ કરી છે. ઉપ પ્રધાનમંત્રી અને સ્વાસ્થ્યમંત્રી ક્રિસ્ટિન ઈલિયટ અને મુખ્ય ચિકિત્સા અધિકારી ડો.કિરણ મૂરેએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ઓન્ટારિયો પ્રાંતના ઓટાવામાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટના બે કેસની પુષ્ટિ થઈ છે. ઓટાવા પબ્લિક હેલ્થ મામલા અને સંપર્ક મેનેજમેન્ટ આ કેસને જોઈ રહ્યા છે અને દર્દી હાલ આઈસોલેશનમાં છે. નિવેદન મુજબ કેનેડા આવનારા તમામ મુસાફરોનું કોવિડ-19 પરિક્ષણ કરાશે પછી ભલે તે ગમે ત્યાંથી આવ્યા હોય. કેનેડાએ શુક્રવારે આફ્રિકાના કેટલાક દેશોથી કેનેડા આવતા વિદેશી નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ લગાવ્યો. ઓન્ટારિયો સરકારે કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ સૌથી સારો બચાવ તેને આપણી સરહદે રોકાઈ રહ્યો છે.
"Canada confirms its first Covid Omicron infections in two people who had recently traveled to Nigeria," reports AFP
— ANI (@ANI) November 29, 2021
ઈઝરાયેલમાં પણ કેસ!
આ બાજુ ઈઝરાયેલમાં પણ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના બીજા કેસની પુષ્ટિ થઈ છે. કાન ટીવી ન્યૂઝે આ જાણકારી આપી. રવિવારે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું કે મહિલાનું રસીકરણ થયેલું છે અને તે દક્ષિણ આફ્રિકાથી પાછી ફરી છે. ઈઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરાયેલા પરિક્ષણમાં તે પોઝિટિવ મળી આવી છે. રિપોર્ટમાં કહેવાયું કે ઈઝરાયેલ સેનાની હોમ ફ્રન્ટ કમાન્ડ યુનિટે દર્દીના નીકટના સંપર્કોથી જાણકારી મેળવવા માટે તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલય અન્ય પાછા ફરનારા મુસાફરોના પરિક્ષણ રિપોર્ટની પ્રતિક્ષા કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મંત્રાલયે શુક્રવારે ઈઝરાયેલમાં ઓમિક્રોનના પહેલા કેસની સૂચના આપી હતી. ત્યારબાદ શનિવાર રાતથી ઈઝરાયેલની સરકાર ઓમિક્રોન વેરિએન્ટના પ્રસાર પર રોક લગાવવા માટે વિદેશ નાગરિકોના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે