દુબઈઃ ICC Men's Player of the Month:  ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border–Gavaskar Trophy) વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. શુભમન ગિલ (Shubman Gill) પ્રથમ વખત ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેણે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) અને ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારકિર્દીમાં પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી છે
શુભમન ગિલ (Shubman Gill) પ્રથમ વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ થયો હતો અને તે તેના પ્રથમ પ્રયાસમાં જ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. શુભમન ગિલે ગયા મહિને સફેદ બોલના બંને ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગિલ ગયા મહિને જ મુંબઈમાં શ્રીલંકા સામે પ્રથમ T20 રમ્યો હતો, જેમાં તે માત્ર સાત રન બનાવી શક્યો હતો પરંતુ ત્રીજી મેચમાં તેણે 46 રન બનાવ્યા હતા. આ પછી ત્રણ વનડેમાં 70, 21 અને 116 રન બનાવ્યા. હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં તેણે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા જ્યારે બીજા છેડેથી કોઈ બેટ્સમેન 28 રનને પાર કરી શક્યો નહોતો.


આ પણ વાંચોઃ Video: નીતા અંબાણીએ સ્મૃતિ મંધાના પર બોલી લગાવતા જ ખુશ થઈ ગઈ ભારતીય મહિલા ટીમ


સૌથી નાની ઉંમરે વનડેમાં બેવડી સદી ફટકારનાર 
શુભમન ગિલ (Shubman Gill) ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર છે. આ પછી તેણે આગામી બે ઇનિંગ્સમાં 40 અને 112 અણનમ રન બનાવ્યા. તેણે 360 રન બનાવ્યા અને ત્રણ મેચની વનડે શ્રેણીમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના સર્વોચ્ચ સ્કોરના રેકોર્ડની બરાબરી કરી. બીજી તરફ સિરાજે શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સાત ઓવરમાં 30 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ પછી, તેણે આગામી બે મેચમાં અનુક્રમે ત્રણ અને ચાર વિકેટ લીધી. હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે તેણે ચાર વિકેટ લીધી હતી અને બીજી મેચમાં છ ઓવરમાં માત્ર દસ રન આપીને એક વિકેટ લીધી હતી. પરંતુ તે આ એવોર્ડ માટે શુભમન ગિલને હરાવી શક્યો નહોતો.


આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં આ ખતરનાક ખેલાડીઓને મળી જગ્યા!


ટૂંકી કારકિર્દીમાં મોટી સિદ્ધિ
શુભમન ગિલ (Shubman Gill)ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ, 21 વનડે અને 6 ટી20 મેચ રમી ચૂક્યો છે. શુભમન ગિલે ટેસ્ટમાં 736 રન, વનડે માં 1254 રન અને ટી 20માં 202 રન બનાવ્યા છે. હાલમાં તે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube