WPL Auction: નીતા અંબાણીએ સ્મૃતિ મંધાના પર બોલી લગાવતા જ ખુશ થઈ ગઈ ભારતીય મહિલા ટીમ , ઐતિહાસિક ક્ષણનો આ છે VIDEO
WPL Auction Smriti Mandhana: જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝન માટે મુંબઈમાં ખેલાડીઓની હરાજી થઈ. ભારતીય ટીમની ઓપનર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને મોટી રકમ આપી ખરીદવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આ વર્ષથી પુરૂષ ક્રિકેટરોની તર્જ પર મહિલા IPL શરૂ થશે. BCCIએ વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL નામ આપ્યું છે. સોમવારે મુંબઈમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી અને પ્રથમ બોલી સ્મૃતિ મંધાનાની લાગી હતી. મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણીએ બિડ બોર્ડ ઉપાડતાંની સાથે જ T20 વર્લ્ડ કપ રમવા દક્ષિણ આફ્રિકા પહોંચેલી ભારતીય મહિલા ખેલાડીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
વિરાટ કોહલીની ટીમે ખરીદી
50 લાખની બેઝ પ્રાઈઝ વાળી લેફ્ટ હેન્ડેડ ઓપનર સ્મૃતિ મંધાનાને મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ કરવાનો તેમને શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ RCBએ તેને 3.40 કરોડ રૂપિયામાં મંધાનાને ખરીદી લીધી હતી.. આ રીતે તે મહિલા IPLમાં વેચાયેલી પ્રથમ કરોડપતિ ખેલાડી બની ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સની સાથે દિલ્હી કેપિટલ્સ પણ હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સ્પર્ધા આપી રહી હતી.
Wholesome content alert! 🫶🏼 The first ever #WPL player @mandhana_smriti and her team-mates reacting to her signing with RCB 😃 pic.twitter.com/gzRLSllFl2
— JioCinema (@JioCinema) February 13, 2023
સ્મૃતિ મંધાના ઈજાગ્રસ્ત છે
26 વર્ષની સ્મૃતિ મંધાના ભારતીય ટીમની અનુભવી ઓપનિંગ બેટ્સમેન છે, પરંતુ તે T20 મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગઈ હતી. મંધાનાને તેની આંગળીમાં ઈજા થઈ છે અને તે સ્વસ્થ થઈ રહી છે. રાહતની વાત એ છે કે કોઈ ફ્રેક્ચર નથી, આવી સ્થિતિમાં તે વેસ્ટ ઈન્ડિઝ સામે 15 ફેબ્રુઆરીએ રમાનારી બીજી મેચમાં રમે તેવી આશા છે.
ખતરનાક ઓપનર સ્મૃતિ
સ્મૃતિ મંધાનાએ ભારત માટે 112 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 27.33ની સરેરાશથી 2651 રન બનાવ્યા, જેમાં 20 અડધી સદીનો સમાવેશ થાય છે. વન ડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો તેના ખાતામાં 77 મેચ છે, જેમાં તેણે 42.68ની એવરેજથી 3073 રન બનાવ્યા છે. સ્મૃતિ ચાર ટેસ્ટ મેચ પણ રમી ચુકી છે. જો સ્મૃતિ આ જ સ્ટાઈલમાં રમવાનું ચાલુ રાખશે તો મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટના અનેક રેકોર્ડ તેના નામે થઈ જશે. ઓસ્ટ્રેલિયાની વિમેન્સ બિગબૅશ લીગમાં, તે બ્રિસ્બેન હિટ તરફ પોતાની તાકાત દેખાડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે