ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ભારત પાછા ફરીને જબરદસ્ત જીતની ઉજવણી કરી. 4 જુલાઈના રોજ ટીમ ઈન્ડિયાએ પહેલા તો મુંબઈમાં મેગા રોડશો કર્યો અને ત્યારબાદ ટીમ ઈન્ડિયાને સન્માનિત કરવા માટે વાનખેડે સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું. વાનખેડે સ્ટેડિયમમાં હાજર હજારોની ભીડે વંદે માતરમની ગૂંજ સાથે ટીમ ઈન્ડિયાની વિક્ટ્રી પરેડ જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ ખેલાડીઓ વંદે માતરમ ગાતા ગાતા આખા મેદાનમાં ફરી રહ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સૌથી આગળ હતા. ત્યારે જ સ્ટેડિયમમાં હાજર દર્શકોમાંથી કોઈએ હાર્દિક પર કોઈ વસ્તુ ફેંકી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હવે એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે આખરે વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક સાથે આવી હરકત કોણે કરી?



હાર્દિક પર શું ફેંકાયુ?
વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે તમામ ખેલાડીઓ વંદે માતરમ ગાતા આગળ વધી રહ્યા હતા ત્યારે હાર્દિક તરફ કોઈએ શર્ટ ફેંકી. જો કે આ શર્ટને હાર્દિક પંડ્યાએ કેચ તો કરી પરંતુ નીચે ફેંકી દીધી. આ દરમિયાન હાર્દિકની પાછળ ઊભેલા જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ પોતાનું હસવું રોકી શક્યા નહતાં. 



સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આઈપીએલ 2024 દરમિયાન આ મેદાન પર હાર્દિકને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ જ મેદાન પર ફેન્સ દ્વારા હાર્દિકને ખુબ ચીયરઅપ પણ કરાયો. સ્ટેડિયમમાં હાજર  તમામ ફેન્સ હાર્દિક-હાર્દિકની બૂમો પાડતા હતા ત્યારે એવામાં આવું કોણે કર્યું?



વિરાટ અને હાર્દિકે ભર્યો જોશ
ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં તિરંગો લઈને વંદે માતરમ ગાતા ગાતા પરેડ  કરી. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ખુબ જોરશોરથી વંદે માતરમ ગાઈ રહ્યા હતા. આ બંનેનો જોશ જોઈને સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોમાં પણ જોશ ભરાઈ ગયો. આ દરમિયાન વિરાટ અને હાર્દિકે એક અલગ જ માહોલ ઊભો કર્યો હતો.