નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગને લાગે છે કે જસપ્રીત બુમરાહ એન્ડ કંપનીએ ભારતને વિશ્વ પટલ પર વિજયી રથ પર સવાર કરવા અને ટેસ્ટમાં નંબર 1 ટીમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં વિન્ડીઝને 318 રને પરાજય આપ્યો છે. આ મેચમાં પ્રથમ ઈનિંગમાં જ્યાં ઈશાંત શર્માએ 5 વિકેટ પોતાના નામે કરી તો બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે 7 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીરૂએ કહ્યું, 'એવું નથી કે અમારી પાસે પહેલા સારા બોલર નહતા. જવાગલ શ્રીનાથ, ઝહીર ખાન, આશીષ નહેરા જેવા બોલર અમારા સમયમાં હતા. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ જેવા બોલરોને સારૂ પ્રદર્શન કરતા જોઈને ખુશી થાય છે. આ લોકો જે રીતે બોલિંગ કરી રહ્યાં છે તે શાનદાર છે. તેના રહેવાથી અમારી પાસે એક શાનદાર બોલિંગ આક્રમણ છે.'


એક તરફ જ્યાં ભારતે વિન્ડીઝને મોટો પરાજય આપ્યો તો બીજીતરફ લીડ્સમાં એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં બેન સ્ટોક્સે પોતાના દમ પર ઓસ્ટ્રેલિયાના મોઢામાંથી જીત છીનવીને ઈંગ્લેન્ડને આપી દીધી. પોતાના સમયમાં તોફાની બેટ્સમેનોમાં સામેલ સહેવાગના દિલમાં ટેસ્ટ ક્રિકેટ માટે ખાસ જગ્યા છે. તેનું માનવું છે કે સ્ટોક્સ જેવા પ્રદર્શન ટેસ્ટ ક્રિકેટ અને ટેસ્ટ ચેમ્પિયનશિપનો સાચો પ્રચાર કરે છે. 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 5 વિકેટ ઝડપીને જસપ્રીત બુમરાહે બનાવ્યો એશિયન રેકોર્ડ 


તેણે કહ્યું, ચેમ્પિયનશિપ યોગ્ય સમયે આવી છે, તેવુ મને લાગે છે. જ્યારે આ પ્રકારની શાનદાર મેચ હોય છે તો ટેસ્ટ ચેમ્પિયનશિપનું હોવું સારૂ છે. આ ટેસ્ટ રમનારા માટે શાનદાર વસ્તુ છે અને તેણે ફોર્મેટને વધુ રોમાંચક અને સ્પર્ધાત્મક બનાવી દીધું છે. 


વીરુએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેના વિવાદોની વાતોને મીડિયાની ઉપજ ગણાવી છે. પૂર્વ ઓપનિંગ બેટ્સમેને કહ્યું, 'મને લાગે છે કે આ બધુ મીડિયાએ બનાવ્યું છે. તે બંન્ને જ્યારે ક્રીઝ પર હોય છે તો સાથે બેટિંગ કરતા વાત કરે છે. આ બંન્ને જ્યારે સ્લિપમાં ફીલ્ડિંગ કરે તો પણ એકબીજા સાથે વાત કરતા હોય છે. મથી મને કોઈ વિવાદ લાગતો નથી. આ તમારી (મીડિયા)ની ઉપજ છે.'