વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 5 વિકેટ ઝડપીને જસપ્રીત બુમરાહે બનાવ્યો એશિયન રેકોર્ડ

જસપ્રીત બુમરાહે રવિવારે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈનિંગમાં 5 વિકેટ પોતાના નામે કરી, તો તે પ્રથમ એશિયન બોલર બની ગયો, જેણે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝમાં 5 વિકેટ પોતાના નામે કરી હોય. 
 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 5 વિકેટ ઝડપીને જસપ્રીત બુમરાહે બનાવ્યો એશિયન રેકોર્ડ

એન્ટીગાઃ રવિવારે એન્ટીગામાં જસપ્રીત બુમરાહે ફાસ્ટ બોલિંગનો ક્લાસિક  નમૂનો રજૂ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચના ચોથી દિવસે પોતાની બોલિંગથી યજમાન ટીમને ધ્વસ્ત કરી દીધી હતી. 

બુમરાહે 8 ઓવરોમાં માત્ર 7 રન આપીને વેસ્ટ ઈન્ડિઝના પાંચ બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. આ ટેસ્ટ મેચની એક ઈનિંગમાં ચોથી તક હતી, જ્યારે બુમરાહે પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી છે. તેના આ પ્રદર્શનની મદદથી ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની સરફ જીત સાથે શરૂ કરી છે. 

બુમરાહે બનાવ્યો આ રેકોર્ડ
બુમરાહે હવે તે વિદેશી ધરતી પર ટેસ્ટ મેચની ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે, જ્યાં તે ક્રિકેટ રમ્યો છે. તે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝમાં ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ એશિયન બોલર બની ગયો છે. બુમરાહે જાન્યુઆરી 2018મા ટેસ્ટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. આ મેચની પ્રથમ ઈનિંગમાં તે સૌથી ઓછી ટેસ્ટ મેચો (11)મા 50 વિકેટ ઝડપનાર ભારતીય ફાસ્ટર બન્યો હતો. 
 

બુમરાહે રવિવારે ક્રેગ બ્રાથવેટને આઉટ કરીને પોતાના વિકેટ લેવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ જોન કૈમ્બલને બોલ્ડ કર્યો હતો. આ રીતે ડેરેન બ્રાવો બુમરાહનો શિકાર બન્યો હતો. શાઈ હોપને પણ તેણે બોલ્ડ કર્યો અને પછી વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન જેસન હોલ્ડર તેનો શિકાર બન્યો હતો. 

આ પહેલા રહાણેએ બે વર્ષ બાદ ટેસ્ટમાં સદી ફટકારીને ભારતને 343 સુધી પહોંચાડ્યું હતું. તે 102 રન બનાવી આઉટ થયો હતો. બીજીતરફ હનુમા વિહારી પોતાની પ્રથમ ટેસ્ટ સદી માત્ર સાત રને ચુકી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news