IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની 3 સૌથી મોટી ભાગીદારીઓ
અમે તમને આ આર્ટિકલમાં આઈપીએલ ઈતિહાસની 3 સૌથી મોટી ભાગીદારી વિશે જણાવીશું. આ લિસ્ટમાં ઘણા દિગ્ગજ બે્સમેન સામેલ છે.
નવી દિલ્હીઃ કોઈપણ આઈપીએલ ટીમની પ્રગતિ તે વાતથી નક્કી થાય છે કે, તે ટીમના બેટ્સમેન કેટલા રન બનાવે છે. ટી20 રમતમાં બેટ્સમેનોનું મહત્વ ખુબ હોય છે. ટોપ ઓર્ડર બેટ્સમેનો પાસેથી આશા કરવામાં આવે છે કે તે વધુમાં વધુ રન બનાવે જેથી મધ્યમ ક્રમના ખેલાડીઓને વધુ મુશ્કેલી ન પડે. શરૂઆતમાં ઝડપથી રન બનાવવા જીતની તરફ પ્રથમ પગલું માનવામાં આવે છે. તેનાથી મોટો સ્કોર ઊભો કરવા અને લક્ષ્યનો પીછો કરવામાં મદદ મળે છે. તેવું પણ શક્ય છે જ્યારે બે બેટ્સમેન મળીને ટીમના સ્કોરમાં વધારો કરે અને મોટી ભાગીદારી કરે.
ટી-20મા ઘણા બેટ્સમેનોએ મળીને એવી ભાગીદારી કરી છે, જે પોતાનામાં એક મિસાલ બની ગઈ છે. આઈપીએલમાં આપણે ઘણી મોટી ભાગીદારીઓ જોવા મળી છે. અત્યાર સુધીના આઈપીએલ ઈતિહાસમાં ઘણા એવા બેટ્સમેનોની જોડી રહી છે, જેણે એક સાથે મળીને ઘણા રન બનાવ્યા છે. આ બેટ્સમેનોએ ઘણી મોટી પાર્ટનરશિપ આઈપીએલમાં કરી છે.
અમે તમને આ આર્ટિકલમાં આઈપીએલ ઈતિહાસની 3 સૌથી મોટી ભાગીદારી વિશે જણાવીશું. આ લિસ્ટમાં ઘણા દિગ્ગજ બે્સમેન સામેલ છે.
IPL ઈતિહાસઃ આ ટીમોના નામે છે આઈપીએલમાં સૌથી ઓછા રને આઉટ થવાનો શરમજનક રેકોર્ડ
આઈપીએલ ઈતિહાસની ટોપ 3 ભાગીદારીઓ પર એક નજર
3. એડમ ગિલક્રિસ્ટ અને શોન માર્શ
એડમ ગિલક્રિસ્ટ અને શોન માર્શની જોડીએ 2011ની આઈપીએલ સીઝનમાં આરસીબી વિરુદ્ધ બીજી વિકેટ માટે 206 રનની ભાગીદારી કરી હતી. તે સમયે આઈપીએલમાં આ સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ હતો.
કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા આ ભાગીદારીમાં ગિલક્રિસ્ટે 49 બોલમાં 105 રનનું યોગદાન આપ્યું તો માર્શ પણ 79 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ભાગીદારી આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી ભાગીદારીમાં ત્રીજા સ્થાને છે.
2. વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ - 215*
વિરાટ કોહલી અને એબી ડિવિલ્યર્સની જોડીએ આઈપીએલ 2015મા મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ બીજી વિકેટ માટે અણનમ 215 રનની ભાગીદારી કરી હતી. આ પાર્ટનરશિપ આઈપીએલની ટોપ ભાગીદારીમાં બીજા સ્થાન પર છે.
વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીએ 50 બોલ પર 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 82 રન બનાવ્યા હતા. તો બીજીતરફ એબીએ 59 બોલ પર 19 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 133 રનની ઈનિંગ રમી હતી.
IPL ઇતિહાસઃ ડેથ ઓવરોમાં આ 5 બોલરોએ ઝડપી છે સૌથી વધુ વિકેટ
1. વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ - 229
વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સની જોડી આ લિસ્ટમાં ટોપ પર પણ છે. બંન્ને ખેલાડીઓએ વર્ષ 2016ની આઈપીએલ સીઝનની એક મેચમાં ગુજરાત લાયન્સ વિરુદ્ધ 229 રનની ભાગીદારી કરી હતી.
આ ભાગીદારીમાં વિરાટે 45 બોલમાં 97 રન જોડ્યા તો ડિવિલિયર્સે 129 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ 109 રન બનાવ્યા અને ડિવિલિયર્સ 129 રને અણનમ રહ્યો હતો. આરસીબીએ આ મેચ 144 રને જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube