દુબઇ: ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ને સંયુક્ત અરબ અમીરાત (UAE)માં આયોજિત કરવાની અટકળો વચ્ચે દુબઇ સીટીના ક્રિકેટ તથા પ્રતિયોગિતા પ્રમુખ સલમાન હનીફે કહ્યું કે તે આ પ્રકારની મોટી ટુર્નામેન્ટ માટે પોતાની સુવિધાઓ તૈયારીઓ રાખી રહ્યા છે. આઇપીએલનું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરવામાં આવી શકે છે કારણ કે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી20 વર્લ્ડકપને લઇને અનિશ્વિતતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનીને 'ગલ્ફ ન્યૂઝ' સાથે વાત કરતાં કહ્યું કે દુબઇ સ્પોર્ટ્સ સિટી આ ટી20 લીગના સંભવિત સ્થળ તરીકે તૈયાર છે. સ્પોર્ટ્સ સિટીમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને આઇસીસી એકેડમી સામેલ છે. 


હનીફે કહ્યું કે 'જો ઓછા સમય્વધિમાં વધુ મેચોનું આયોજન કરવામાં આવે છે તો સ્ટેડિયમમાં નવ વિકેટ વધુ સારી સ્થિતિમાં છે.  અમે વિકેટોને તાજી રાખવા માટે અન્ય મેચોનું આયોજન કરીશું નહી. 


યૂએઇમાં કોરોના વાયરસના 50,000થી વધુ સામે આવ્યા છે જેમાં 300થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં આ આંકડો 10 લાખને પાર થઇ ચૂક્યો છે અને 25,000થી વધુ લોકોના મોત થયા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube